ધોરાજીના બિસ્માર રોડ રસ્તાઓને લઈ નગરજનો હેરાન પરેશાન…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ચોમાસુ પૂરું થયું એને દિવસો વિતી ગયા પરંતુ ધોરાજી શહેર માં ચોમાસા દરમ્યાન વરસાદ ને કારણે ધોવાયેલ રોડ રસ્તા હજુ રિપેર નથી થયા અહીંના સ્થાનિકો નું કહેવું છે કે ધોરાજી ના રોડ રસ્તા ની હાલત એટલી હદે બિસ્માર છે કે 108 અને અન્ય ઇમરજન્સી વાહન ને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસ ના આગેવાનો એક બીજા પર આક્ષેપો કરી અને પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે

ધોરાજી ના ઉબડ ખાબડ રોડ રસ્તા બાબતે કોંગ્રેસ શાસિત પાલિકા ના સદસ્ય એ પણ એ વાત નો સ્વીકાર કર્યો છે કે ધોરાજી ના અનેક રસ્તાઓ બિસ્માર છે રસ્તે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે ખુદ શાસક પક્ષ ના સદસ્ય એ પાલિકા ના ચીફ ઓફિસર ને રોડ રસ્તા રિપેર કરવા બાબતે લેખિત રજૂઆત તો કરી છે પરંતુ કે રોડ રસ્તા તૂટી ગયા એ ભારતીય જનતા પાર્ટી ના શાશન માં બનેલ હતા વર્ષ 2019 માં ધોરાજી નગરપાલિકા માં ભાજપ નું શાશન હતું જે સમય દરમ્યાન રોડ રસ્તાઓ બન્યા છે તે રસ્તાઓ તૂટી ગયા છે અને વોરટી પીરીયડ માં છે પરંતુ ભાજપ ના સ્થાનિક નેતાઓ કોન્ટ્રાકટર ને છા વારી રહ્યા હોવાનો પાલિકા સદસ્ય નો આક્ષેપ છે પાલિકા સદસ્ય દિનેશ વોરા નું કહેવું છે કે વર્ષ 2019 માં મધુરમ કન્ટરક્સન નામ ની એજન્સી ને રોડ રસ્તા રિપેર બાબતે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે નબળી ગુણવતા વારો મટીરીયલ વાપરી અને રોડ રસ્તા બનાવેલ જેને કારણે રસ્તાઓ તૂટી ગયા છે

ધોરાજી ના સ્થાનિકો નું આક્ષેપ છે કે ધોરાજી ના મુખ્ય રોડ રસ્તાઓ એટલી હદે બિસ્માર છે કે કોઈ દર્દી ને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવું હોઈ તો ઇમરજન્સી વાહન ને પણ ચાલવામાં મુશ્કેલ થાઈ છે રસ્તાઓ પર પથ્થરો દેખાઈ છે ગાબડાં પડી ગયા છે ત્યારે આવા રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરવા જોઈ..

રોડ રસ્તા મુદ્દે શહેર ભાજપ ના મહામંત્રી વિજય બાબરીયા એ કોંગ્રેસ શાસિત પાલિકા પર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ ની પાલિકા માત્ર કરવેરા વધારવામાં મશગુલ છે લોકો રસ્તા બાબતે હાડમારી ભોગવી રહ્યા છે કોંગ્રેસ શાસિત પાલિકા.ના નેતાઓ તૂટી ગયેલ રસ્તાઓ રિપેર નથી કરતા નવા રસ્તાઓ બને છે જે નબળી ગુણવતા વારું મટીરીયલ વપરાઈ રહ્યો છે અને રસ્તા ના કામ માં મસમોટા ભાસ્તાચર થઈ રહ્યો છે.

ધોરાજી પાલિકા ના કારોબારી ચેરમેન એ ભાજપ દ્વારા કોંગ્રેસ શાસિત પાલિકા પર કરેલ આક્ષેપ ને પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું ભાજપ માત્ર ને માત્ર ખોટા આક્ષેપો કરી અને લોકો ને ગેર માર્ગે દોરી રહી છે ધોરાજી માં રસ્તા બનાવવાની કામગીરી પુર જોશ માં છે અને આવનાર દિવસો માં તૂટી ગયેલા રોડ રસ્તા રિપેર કરવામાં આવશે જેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here