ડીસાના રીજમેટ વિસ્તારમાં વર્ષોજૂની ગટર ઊભરાવવાની સમસ્યાને લઇ પ્રમુખે સ્થળની મુલાકાત લીધી..!

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રમુખ રાજુભાઇ ઠક્કરે તાત્કાલિક ગટર ની સમસ્યા હલ કરવાની ખાતરી આપી

ડીસા નગરપાલિકાના ઉત્સાહી યુવા પ્રમુખ રાજુભાઈ ઠકકર દ્વારા શહેરમાં અનેક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમ જ લોકોની રજૂઆતના પગલે વિવિધ સમસ્યાઓ પણ હલ કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં ડીસા શહેરના રીજમેંટ વિસ્તારના રહીશોએ વર્ષોજૂની ગટર ઊભરાવવાની સમસ્યા ને લઈ સ્થાનિક સદસ્યને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ ગટર ઊભરાવવાની સમસ્યા નો કોઈ નિકાલ ના આવતા આખરે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં જઈ આ મામલે પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી જેથી તાત્કાલિક નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરે સેનિટેશન વિભાગના કર્મચારીઓ સાથે સ્થળ ઉપર પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક આ ગટર ઉભરાવાની સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી જેથી પાલિકા પ્રમુખના આ કાર્યને જોઈ સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here