ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ, સંચાલિત જી.જી મોરીવાલા નર્સિંગ કોલેજ ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ, મોડાસા ને હાલમાં જ નવીન નર્સિંગ કોલેજ ANM/GNM ની માન્યતા મળેલ છે તેના ભાગરૂપે કરીમિયાહ ગર્લ્સ હાઇસ્કુલ માં આજરોજ તારીખ 1 .9 .20‌.23.ને શુક્રવારે નર્સિંગ કોલેજ વિશે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરીમીયાહ ગર્લ્સ હાઈસ્કૂલનાઆચાર્યા મોહતરમાં સૈયદ ઈસરતબેન દ્વારા કરવામાં આવ્યું. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ કરીમી એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ જનાબ ઈકબાલભાઈ પટીવાલા હાજર રહ્યા,તેમજ જી.જી મોરીવાલા નર્સિંગ કોલેજ પ્રોજેક્ટ કમિટી ચેરમેન જનાબ મુસ્તુફાભાઈ જી કાંકરોલીયા ,ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી જનાબ હાજી કાદર અલી સૈયદ સાહેબ તેમજ જાવેદ ભાઈ સુથાર અને બી.એસ.વી અને એસ.એસ.બી મદની પ્રાથમિક શાળાના આચાર્ય સુથાર ઇલિયાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ દ્વારા બાળકોને ANM /GNM વિશે વિસ્તૃત માહિતી આપી તેમના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ કરવાના પ્રયત્નો કર્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરમીયા હાઇસ્કુલ ના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here