ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ની ઉપસ્થિતિમા વીર બાલ દિવસની ઉજવણી જેતપુર પાવી ખાતે કરવામાં આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

26મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના સાહસને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જેતપુરપાવી ખાતે વીર બાલ દિવસના અવસર પર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.સાહસ અને શોર્ય થકી દેશ અને ધર્મની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો ના બલિદાન દિવસ પર કોટી કોટી વંદન કર્યા હતા.ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાથે પૂર્વ જિલ્લા સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા,તાલુકા મહામંત્રી ચદ્રશિહભાઈ કોલી,પ્રવીણ ભાઈ રાઠવા,યુવા મોરચા પ્રમુખ વિરેન્દ્રસિંહ તેમજ સૌવ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે, વીર બાલ દિવસ આપણને બહાદુરીની યાદ અપાવે છે જ્યારે અન્યાય અને અત્યાચારનો સમય હતો ત્યારે એક ક્ષણ માટે પણ નિરાશાને આપણા પર હાવી થવા દીધી નથી. આપણા પૂર્વજોએ ઘણું બલિદાન આપ્યું છે. તેણે પોતાના પ્રિયજનો માટે જીવવા કરતાં દેશ માટે મરવાનું વધારે પસંદ કર્યું. આજે આપણને આપણા વારસા પર ગર્વ છે. દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 1704માં ઔરંગઝેબ અને ગુરુ ગોવિંદ સિંહ વચ્ચે યુદ્ધ થયું ત્યારે ગુરુ ગોવિંદ સિંહને ચાર પુત્રો હતા, જેઓ સાહેબજાદે કહેવાતા. ચમકૌરના યુદ્ધમાં ગુરુ ગોવિંદ સિંહના બે પુત્રો સાહિબજાદા અજીત સિંહ અને જુઝાર સિંહ શહીદ થયા હતા જ્યારે માત્ર 7 વર્ષ અને 9 મહિનાના જોરાવર સિંહ, પાંચ વર્ષના ફતેહ સિંહ અને માતા ગુજરી અલગ થઈ ગયા હતા. બાદમાં સરહિંદના નવાબે તેને પકડીને કેદમાં રાખ્યા હતા અને તેમની પર ઘણી યાતનાઓ ગુજારી હતી પરંતુ તેમણે પોતાનો ધર્મ ન છોડ્યો અને માતૃભૂમિની રક્ષા માટે જોરાવર સિંહ અને ફતેહ સિંહે બલિદાન આપ્યું હતું. આજનો દિવસ ક્યારેય ના ભૂલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here