ધાનપુર તાલુકામાં ૧૫ કરોડ જેટલાના ખર્ચે નવીન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

તાલુકામાં સૌપ્રથમવાર એક દિવસમાં ચાર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના ડુમકા ભિડોલ અને ચારી ગામે વોલ્વો નદી પર મેજર નવીન બ્રિજ બનવા જઈ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડ અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ઉપસ્થિત રહ્યા હતા. નવીન બ્રિજ બનવાથી ગ્રામજનોને સહુલત થશે અને પડતી મુશ્કેલીનો અંત આવશે તેવું મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here