દાહોદમાં લોક પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ પક્ષના નેતાના અધ્યક્ષપદે અનોખો કાર્યક્રમ યોજાયો

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદમાં લોક પ્રશ્નોને વાચા આપવાનો નવતર કાર્યક્રમ જનમંચનુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતાના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી

કોંગ્રેસ નેતાઓએ સરકાર પર પસતાળ પાડી
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેરના ગોવિંદ નગર,ચોક ખાતે આશિર્વાદ હોસ્પિટલની સામે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા દાહોદ જિલ્લાના લોકોની સમસ્યાઓને સાંભળવા માટે મનની વાત નહીં પણ જન જનની વાતને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમીત ભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં જનમંચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ શહેર સહીત જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. લોકોને પડતી સમસ્યાઓને સાભળવામાં આવી હતી. વર્તમાન માં ચાલતી સરકાર ઉપર કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિવિધ આક્ષેપો કર્યા હતાં. શહેરમાં 6 દિવસમાં દાહોદવાસીઓને પાણી નહીં મળતું અને ગલી ગલીમાં દારૂ મળતા રહે એવા આરોપો પણ અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યા હતા.

લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા
કાર્યક્રમમાં દાહોદ શહેર સહિત જિલ્લાના તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લોકોએ પોતાના સમસ્યાઓ સ્ટેજ પરથી રજૂઆત કરી હતી. તેમાં પાણીના પ્રશ્નો નગરપાલિકામાં કાયમી થવા માટેના પ્રશ્નો, જંગલ જમીનની રજૂઆતો અહીં આવેલા ગ્રામજનોએ કરી હતી. જન મંચ કાર્યક્રમ અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં યોજવાના ભાગ રૂપે લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરાવશે તેમ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here