દાહોદ : ધમધમાટને બદલે ધણધણાટી:દાહોદના એમજી રોડ પર સ્થાનિકોએ સ્વયંભૂ દબાણ હટાવ ઝુંબેશ આદરી, ઘરે ઘરે, દુકાને દુકાને તોડફોડથી અફરાતફરી

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદના એમ.જી. રોડ વિસ્તારના વેપારીઓને શુક્રવાર સુધી સામાન પોત પોતાના દબાણો દુર કરી દેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ. તેના માટે ગુરુવારે જ માપણી કરી કરી નિશાન કરી દેવાયા હતા.ત્યારે શુક્રવાર તારીખ 19 મેના રોજ એમજી રોડના વેપારીઓ નાગરિકોએ સ્વયંભુ દબાણો દુર કરવાની કામગીરી શરુ કરી દીધી છે.

આખોયે વિસ્તાર બ્રેકરની ધણધણાટીથી ધ્રુજી ઉઠ્યો.
દાહોદ સ્માર્ટ સીટી તરફ હરણફાળ રીતે વધી રહ્યું છે. દાહોદ શહેરમાં 11 જેટલાં સ્માર્ટ રોડ બનાવવા માટે રસ્તાઓ પહોંળા કરવા માટે રસ્તાઓની આસપાસ અવરોધ રૂપ દબાણો તોડી પાડવાની કામગીરી સ્માર્ટ સીટી અંતગર્ત વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ગત તા 18મી મેને ગુરૂવારના રોજ દાહોદ વહીવટી તંત્ર દ્વારા એમજી રોડના વેપારીઓ અને નાગરિકોને દબાણો હટાવવા સુચના આપી હતી તેમજ દાહોદ સીટી સર્વેની ટીમ દ્વારા માપણી કરી નિશાન કરી દેવાયા હતા.જેથી શુક્રવારના રોજ વેપારીઓ નાગરિકોએ જાતે પોતાના ખર્ચે દબાણો તોડવાનુ શરુ કરી કરી દીધુ હતુ.ઘરે ઘરે બ્રેકર દ્વારા દબાણ તોડવાના શરુ કરાતા આખોયે વિસ્તાર બ્રેકરની ધણધણાટીથી ધ્રુજી ઉઠ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here