ત્રણ રાજ્યોમાં ભાજપાને પ્રચંડ બહુમતી મળતા છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને ગળ્યું મોં કરાવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યો રાજસ્થાન,મધ્યપ્રદેશ,છત્તીસગઢ,તેલંગાણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.જેમાં ચાર રાજ્યોની ગણતરી ગતરોજ યોજાયી હતી.જેમાં ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપાને પ્રચંડ બહુમતી મળતા છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરોએ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી અને મીઠાઈની વહેંચણી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળતા ભારત માતા કી જય,વંદે માતરમ,નરેન્દ્રભાઈ તુમ આગે બઢો,હમ તુમ્હારે સાથ હે ના ગગનચુંબી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આમ છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરોએ છ તાલુકા સંખેડા,બોડેલી,પાવીજેતપુર,કવાંટ,નસવાડી અને છોટાઉદેપુરમાં વિજયોત્સવ મનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here