ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રકરણમા પોલીસ કર્મચારીઓ ઉપર ગાજ પડી

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ચેતર વસાવા ની હિલચાલ ઉપર વોચ માટે ગોઠવેલા ચારથી પાંચ પોલીસ જવાનો ના નર્મદા જિલ્લા પોલીસ અધિકારીએ બદલીના આદેશ જારી કર્યા

ધારાસભ્ય ની વોચ માટે ગોઠવેલા જવાનો વોચ રાખવામાં નિષ્ફળ જતા દિવાળી ટાણે જ બદલી થતાં પોલીસ જવાનોમાં ફફડાટ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલી ચકમક સમગ્ર રાજ્ય ભરમાં ભારે ચર્ચાસ્પદ બની છે, ત્યારે વન વિભાગ અને ધારાસભ્ય ની ચકમક નો ભોગ નર્મદા જિલ્લાના ચારથી પાંચ પોલીસ જવાનો બન્યા હોવાનુ લોકમુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

સમગ્ર નર્મદા જિલ્લાભરમાં લોક મુખે ચાલતી ચર્ચાઓ અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ચક્મક જડતા ચેતર વસાવાની સામે પોલીસ મથકમાં વન વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને તેઓની અટકાયત કરવાની હોય ચારથી પાંચ જેટલા પોલીસ જવાનો કે જેઓ ડેડીયાપાડા અને સાગબારા ખાતે ના પોલીસ મથક મા ફરજ બજાવતા હતા તેઓને ચૈતર વસાવા ઉપર વોચ ગોઠવવા માટે રાખ્યા હતા, પરંતુ ચેતર વસાવા પોલીસ જવાનોને ચકમો આપીને ફરાર થઈ જતા અને આજ દીન સુધી તેઓનોકોઈજ પતો લાગ્યો નથી,અને પોલીસ વિભાગમાં આ સમગ્ર પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર ઘટનાક્રમને ખૂબ જ ગંભીરતાથી લેતા ડેડીયાપાડા અને સાગબારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચારથી પાંચ જેટલા પોલીસ જવાનોની નર્મદા જિલ્લામાંથી રાજપીપળા ખાતે બદલી કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

દિવાળીના તહેવારોમાં જ પોલીસ જવાનોની બદલી નો ગંજીફો ચીપતા પાડા પાડા વડે અને ઝાડનો છોડો કાઢે એવી પરિસ્થિતિનું નર્મદા જિલ્લામાં મંડાણ થતા આ સમગ્ર પ્રકરણ નર્મદા જિલ્લાના પોલીસ બેડા સહિત લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here