ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ત્રણ દિવસ પોલીસ રિમાન્ડ ઉપર

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા પોલીસે ડેડીયાપાડા ની અદાલતમાં રજૂ કર્યા

અદાલતમાં ચેતર વસાવાની ફેવર માં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા એ ધારદાર રજૂઆતો કરી

પોલીસે અદાલત સમક્ષ ધારાસભ્ય ચેતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માંગ કરી અદાલતે માત્ર 3 દિવસના રિમાન્ડ આપ્યા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલ ઘર્ષણનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે, આ મુદ્દાને લઈને નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકારણમાં પણ ભારે ઘરમાં આવ્યો છે. છેલ્લા 39 દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા ગજરોજ નર્મદા જિલ્લા પોલીસ સમક્ષ ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થયા હતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કર્યા બાદ તેઓને રાજપીપળા ખાતે પોલીસ કસ્ટડીમાં 24 કલાક રખાયા હતા અને આજરોજ નિયમો અનુસાર ચોવીસ કલાક ની કસ્ટડી પુરી થતાં ડેડીયાપાડા ની અદાલતમાં રાજપીપળા થી ડેડીયાપાડા ખાતે લઈ જઈ તેઓને અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.

ડેડીયાપાડા ની અદાલત ખાતે ચેતર વસાવાના વકીલ તરીકે આમ આદમી પાર્ટીના આગેવાન અને પ્રસિદ્ધ વકીલ ગોપાલ ઇટાલીયા ઉપસ્થિત રહ્યા હતા. ડેડીયાપાડા ની અદાલત સમક્ષ નર્મદા જિલ્લા પોલીસે ધારાસભ્ય ચેતર વસાવાને રજૂ કરી વન વિભાગના કર્મચારી એ ધારાસભ્યની સામે જે ફરિયાદ નોંધાવી છે એ ફરિયાદમાં આર્મ્સ એક્ટ નો ગુનો બનતો હોય તેમ જ સરકારી કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હોય વધુ તપાસ અર્થે પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે 14 દિવસના અદાલત સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા જે સામે ધારાસભ્ય ચેતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલીયા એ અદાલત સમક્ષ ધારદાર દલીલી રજુ કરી ચેતર વસાવા પ્રજાના પ્રતિનિધિ છે રાજ્યની વિધાનસભામાં ગુજરાત ની જનતા નું પ્રતિનિધિત્વ કરે છે એ સહિતના અન્ય મુદ્દાઓ ટાંકી દલીલો કરતા અદાલતે નર્મદા પોલીસ દ્વારા માંગવામાં આવેલ 14 દિવસની રિમાન્ડ અરજી ના મંજૂર કરી માત્ર ત્રણ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ડેડીયાપાડા ની અદાલતે ધારાસભ્ય ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા ચેતર વસાવા 18 મી તારીખ ના બપોરના 12 વાગ્યા સુધી નર્મદા પોલીસની કસ્ટડીમાં રહેશે, ત્યારબાદ તેઓને ફરીવાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારે અદાલત શું વલણ અપનાવે છે તેના પર હાલતો સહુની મીટ મંડાઇ છે. શું તેઓને જામીન મળસે ??? કે પછી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે એ કાયદાકીય પેચ હવે ફસાયેલો રહેશે. અને એનો સામનો ધારાસભ્ય ચેતર વસાવાએ આગામી દિવસોમાં કરવો જ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here