ડીસા તાલુકાના ઢુવા ગામે આમ આદમી પાર્ટીની રોજગાર યાત્રા પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો….

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે આમ આદમી પાર્ટી દ્વારા સક્રિય બની ગઈ છે અને પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં યુવાનોને સહુથી મોટી બેરોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતમાં સરકાર બનશે ત્યારે 10 લાખ સરકારી નોકરી આપવાની ગેરંટી આપવામાં આવી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના વિધાથી નેતા યુવરાજસિંહ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગેરંટી સાથે રોજગાર યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટીની રોજગાર યાત્રા જુના ડીસા અને ઢુવા ગામે પહોંચી હતી જ્યાં બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ સ્ટેટ લીગલ સેલ રમેશભાઈ નાભાણી એડવોકેટ આર કે ચૌહાણ સહિત ડીસા શહેર અને તાલુકાનાં આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે રોજગાર યાત્રામાં ઉપસ્થિત યુવરાજસિંહ દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભવ્ય જીત અપાવ્યા આહવાન સાથે અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here