ગોધરા તાલુકાના વતની અને V&M આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ખાતે અભ્યાસ કરતા પારસ કુમાર ચૌહાણે બોડીબિલ્ડીંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

દેવગઢબારિયા ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી બોડીબિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ હતી…

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સહિત ભારતભરની યુવા પેઢીમાં પોતાના શરીરને સશક્ત બનાવવાની હોડ જામી છે, જ્યારે કેટલાય યુવાનોએ તો જીમ જોઈન્ટ કરી રાબેતા મુજબ કસરત કરવાના શોખને પોતાની દિનચર્યામાં અગ્રીમ સ્થાન આપી દીધો છે… જેના પરિણામ રૂપે આજે અનેક યુવાનો પોતાના કસાયેલા શરીર સાથે યુવાવર્ગની શોભા બની ગયા છે…

જેને અનુરૂપ ગોધરા તાલુકાના ગોલી ગામના વતની અને V&M આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ખાતે અભ્યાસ કરતા પારસ કુમાર રાજેશભાઈ ચૌહાણે સખત મહેનત અને પરિશ્રમ કરી પોતાના શરીરના એક એક અંગને ભરાવદાર બનાવી દીધો હતો.. જેના ફળરૂપે પંચમહાલ અને દાહોદ જિલ્લાનું પેરીસ કહેવાતા દેવગઢબારિયા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓ સહિત નિર્ણયકર્તાઓ માટે કેન્દ્રનું સ્થાન બન્યા હતા.. અને સ્પર્ધાના અંતે ચૌહાણ પારસ કુમાર રાજેશભાઈએ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી બોડીબિલ્ડિંગ પ્રતિયોગિતામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગોલી ગામ તેમજ કૉલેજનું નામ રોશન કર્યું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here