ડભોઈ નગરપાલિકા ની સમગ્ર સભા બંને પક્ષ ની તુંતું મેમે સાથે યોજાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરપાલિકામાં વિવિધ વિકાસના કામોને લઈ સમગ્ર સભા ઇન્ચાર્જ પ્રમુખ એમ.એચ.પટેલ ના અધ્યક્ષતા મા મળી જેમાં વિવિધ એજન્ડાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી

ડભોઇ નગરપાલિકાની સમગ્ર સભા આજે ઇન્ચાર્જ પ્રમુખ એમ.એચ.પટેલના અધ્યક્ષતામાં ચીફ ઓફિસર જયકીશન તડવીની ઉપસ્થિતિમાં પાલિકા સભા હોલ ખાતે મળી જેમાં ડભોઇ નગરના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી આ સાથે કુલ 33 એજન્ડા મુકવામાં આવ્યા હતા જેના ગત સભાના ઠરાવો વાંચને લઈ બહાલી આપવામાં આવી તો નગરના સિતળાઈ માતા તળાવ ને વિકસાવા, નવી પાલિકા બિલ્ડીંગ, નગરના લારી ગલ્લાનાં પ્રશ્નો, વિશે ચર્ચા કરવામાં આવી વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દાઓ ઉપર વિરોધ નોંધાવામાં આવ્યો. વિકાસના કામો અને નગરની સમસ્યા જેમાં પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તા મુદ્દે નિકાલ લાવા સૂચનો કરાયા સાથે મોતી બાગ પાસે ખોરંભે ચડેલો રોડ કોન્ટ્રાકટર ને બ્લેક લિસ્ટ કરવા રજુઆત કરાઈ હતી વોર્ડ નંબર 2માં પાણીની સમસ્યા દૂર કરવા સ્થાનિક કોરપોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી. આ સમગ્ર સભા દરમ્યાન ફાયર સેફટીના ઈકવીપમેન્ટ ખરીદી, શૈક્ષણિક સંશોધન ભવન માટે જગ્યા, તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં સોલાર સ્ટ્રીટ લાઈટ નાખી વીજ બિલ ઘટાડવા અંગે પણ બહાલી આપવામાં આવી તદુપરાંત રખડતા મુંગા પશુઓ માટે સરકારશ્રી દ્વારા ફાળવેલ રકમ બગીચા સમિતિને અધિકાર આપવામાં આવ્યા સભામાં ડભોઇ નગરપાલિકા સભ્યો કારીબારી ચેરમેન વિશાલ શાહ, નાણાંપંચ ચેરમેન બીરેન શાહ, વિરોધ પક્ષના યોગેશભાઈ ઠાકોર, અપક્ષના એચ.વી.શાહ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here