છેલ્લા બે વર્ષથી બંધ રહેલી આર્મી ભરતી પ્રક્રિયામાં યુવાનીની વય મર્યાદામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

છેલ્લા બે વર્ષથી દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને લગભગ દરેક ક્ષેત્રમાં કામગીરી પર અસર પડી છે જેમાં વિવિધ પ્રકારની જગ્યાઓ ભરવા સરકારી ભરતી પણ બંધ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવતા મહિને આર્મીની ભરતી કરવામાં આવી રહી છે. જે માટે સરકાર દ્વારા જાહેરાત આપી ઉમેદવારો પાસે ઑનલાઇન ફોર્મ ભરાવાઇ રહ્યા છે તેથી કેટલાક લાંબા સમયથી દેશની સેવા અને સુરક્ષા કરવા માંગતા યુવાનો તૈયારી કરી રહ્યા છે તેઓ માટે ખુશીના સમાચાર છે પણ બીજી બાજુ હજારો યુવાનો કે જેઓ ખુબ લાંબા સમયથી દિન રાત તૈયારી કરતાં યુવાનોમાં નિરાશા જોવા મળે છે અને તેઓને વય મર્યાદા ની સમસ્યા ઉભી થઈ છે. કારણ કે, બે વર્ષથી ભરતી બંધ છે ત્યારે આ યુવાનો કે જેમની વય મર્યાદા વર્ષ – બે વર્ષ માટે રહી જવા પામે છે.
ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી અને કાલોલ તાલુકા સર્કીટ હાઉસ પર મળેલી કાર્યકરોની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે, ઉમેદવારોની ચિંતા કરવી તેમની કારકિર્દી માટે ચિંતા કરવી જરૂરી અને સ્વભાવિક છે તેથી સદર થઈ રહેલી ભરતી પ્રક્રિયામાં વર્ષ બે વર્ષ ની વય મર્યાદા ના કારણે રહી જતાં યુવાનોને ન્યાય મળે, તેઓને આ ભરતીનો લાભ મળે અને વર્ષોથી કરી રહેલી તેઓની મહેનત વ્યર્થ ના જાય તે માટે આ થનારી આર્મીની ભરતીમાં વયમર્યાદામાં સુધારો કરવા માટે રજૂઆત કરવા નકકી કરવામાં આવ્યું અને અનુસંધાને પંચમહાલ જિલ્લા માન. કલેકટર સાહેબશ્રી ને લેખીત રજુઆત કરી આવા ઉમેદવારો માટે વયમર્યાદામાં સુધારો કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

જેમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ દયાલ આહુજા, સંગઠન મંત્રી દર્શન વ્યાસ, શહેર પ્રમુખ અજય વસંતાની, સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ, લીગલ સેલ પ્રમુખ હસનૈન પ્રેસવાલા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here