ડભોઇ સુંદરકુવા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં કચરા ના ઉકેડામાં આગ લાગતાં સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ સુંદરકુવા પાસે આવેલ જર્જરીત ખંડેર હાલતમાં પડેલ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મોડી સાંજે કચરા ના ઉકેડામાં એકાએક આગ ભભૂકી હતી જેની જાણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા ડભોઇ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને કરતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સ્થળ પર ઘસી આવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા બ્રાઉઝર બંબા થી પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લેવાઈ હતી જ્યારે આગ લાગવાનું કારણ સ્પષ્ટપણે જણાય આવ્યું ન હતું.
ખંડેર હાલત માં પડેલ પ્રાથમિક શાળા અને કમ્પાઉન્ડ ની સંબંધિત તંત્ર દ્વારા દેખરેખ ના રાખતા કચરા ઘર બન્યું છે સાથે કમ્પાઉન્ડમાં આવેલ એમજીવીસીએલ ની ડીપી ને જો આગ જપેટ માં લેતી તો મોટી હોનારત સર્જાતી નું જામેલ ભીડ માં ચર્ચાઈ રહ્યું હતું. સાથે એમજીવીસીએલને પણ મોટું નુકસાન થવા પામતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here