ડભોઈ કડિયા સમાજ પંચ અને સિમનાની યંગ સર્કલ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ તલાવપુરા કડિયા જમાત ખાના ખાતે કડિયા સમાજના એંસી જેટલા વિધાર્થીઓ અને ડોક્ટર અને વકીલ ની પદવી મેળવનાર વિદ્યાર્થીઓને કડિયા સમાજ પંચ તેમજ સીમનાની યંગ સર્કલ કમિટી તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સમ્માનિત કરાયા હતા.જેમાં કડિયા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગ ની જરૂરિયાત છે સુખ શાંતિ અને સફળતા માટે ચારિત્ર એ પાયાનું પરિબળ છે શિક્ષણ અને માનવ જીવનનું મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર નિર્માણ છે અણઘડ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર મૂર્તિમાં પરિવર્તિત કરતી પ્રક્રિયા એ જ શિક્ષણ છે શિક્ષણ એ સમાજ પરિવાર અને સ્વ વિકાસ માટે આવશ્યક જ નહીં જરૂરી પરિબળ છે શિક્ષણ ક્ષેત્રે દરેક વિદ્યાર્થીઓ સફળતા માટે પ્રેરાય અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રસ અને રૂચી વધે તેમ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જાગૃત બને તે માટે વર્ષ 2022 માં લેવાયેલ પરીક્ષામાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર તેમજ ડોક્ટર અને વકીલ ની પદવી મેળવી અનેરી સિદ્ધિ હાસિલ કરનાર કડિયા સમાજના તેજસ્વી તારલાઓને કડિયા સમાજના અગ્રણીઓ ના હસ્તે તેમજ ઉપસ્થિત પત્રકારો ના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.

સાથે સમ્માન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ છોકરાઓ કે છોકરીઓમાં ફરક ના રાખી છોકરીઓને પણ ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરાવવા શિક્ષણ વિશે પ્રવચનો કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને સંબોધ્યા હતા.
જ્યારે આ પ્રોગ્રામમાં સુભાષભાઈ ભોજવાણી અને તેઓના ધર્મપત્ની ડભોઈ કડિયાપંચ ના પ્રમુખ હાજી સિકંદર એફ લગનીયા ડભોઈ સીમનાની યંગ સર્કલ કમિટીના પ્રમુખ હાજી યુસુફભાઈ આઇ વાણીયાવાલા ડભોઈ નગરપાલિકા માજી ઉપપ્રમુખ અફજલભાઈ કાબા તેમજ કડિયા સમાજના અગ્રણીઓ અને વડીલો ઉપસ્થિત રહી પ્રોગ્રામની શોભા વધારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here