ડભોઇ નગરપાલિકાની સ્ટ્રીટલાઇટો દિવસે પણ ચાલુ: ડભોઈ “નગરપાલિકા ના અણધડ વહીવટ થી પ્રજાના પૈસા ના ધુમાડા

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ સોનેશ્વર પાર્કમાં સ્ટ્રીટલાઇટો છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર દિવસ દરમિયાન ચાલુ જ રાખવામાં આવે છે .જે સ્ટ્રીટલાઇટોની જરૂરિયાત પ્રજાજનોને માત્ર રાત્રી દરમિયાન જ પડતી હોય છે તો આ સ્ટ્રીટ લાઈટો દિવસે ચાલુ કેમ ? એક મોટો પ્રશ્ન નગરમાં ચર્ચાઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચાલુ રાખવામાં આવતી સ્ટ્રીટલાઇટોનો બિન ઉપયોગી વપરાશનો બોજો પ્રજાજનો ઉપર જતો હોય એમ લાગી રહ્યું છે . નગરપાલિકાનું વહીવટી તંત્ર ખોરંબે ગયું હોય એમ લાગે છે .હાલમાં ખોરંબે ગયેલા વહીવટી તંત્રના કારણે એમ.જી.વી.સી.એલની ચુકવણી કરવાના કરોડો રૂપિયાનું દેવું ડભોઇ નગરપાલિકાને શીરે વધતું જાય છે. તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. વહીવટીતંત્રની નિષ્કાળજી સ્ટ્રીટલાઇટો ધોળે દહાડે પણ ચાલુ રાખી છે શું સત્તાધીશ- વહીવટી અધિકારીઓ આ બાબતે પૂરતું ધ્યાન આપતા નહીં હોય ? કાયમ તેઓ પોતે તેમના કાર્યક્ષેત્ર માંથી છટકબારી શોધતા હોય છે. આ બાબતે નાની-મોટી કેટલી નિષ્કાળજી નો ભોગ પ્રજાએ બનવું પડશે.
હાલમાં એમ.જી.વી.સી.એલ માં પાલિકાના લાખો રૂપિયાનું ચૂકવણીનું બિલ બાકી પડતું હોય ત્યારે વહીવટી- સત્તાધીશ અધિકારીઓ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયા હોય તેમ સાબિત થઇ રહ્યું છે. નગરના આ વિસ્તારના પ્રજાજનોને પોતાને પડતી કેટલી અગવડ દૂર કરવા પાલિકાના સત્તાધીશો અધિકારીઓને રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. પરંતુ પ્રજાજનોને એ બાબતે કોઈ ન્યાય મળ્યો નથી.ઉપરથી તેમની નિષ્કાળજી માં ભોગ બનવું પડે છે અને પ્રજાએ વેરા રૂપે ચૂકવેલ નાણાં ખોરંભે જતા હોય તેવું હાલ સાબિત થઇ રહ્યું છે.
ડભોઇ નગરની પ્રજા આ અનગઢ વહીવટને કારણે ત્રાહિમામ પોકારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here