ડભોઇમાં ડ્રેનેજની વિકરાળ સમસ્યાને લઈ નગરજનો ત્રાહિમામ : તંત્ર ધોર નિંદ્રામા…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

પ્રેમના પ્રતિક સમા હિરા ભાગોળ નજીક દશામાં મંદિર ના પગથિયાં પાસે ડ્રેનેજ ના પાણી ના લઈ શ્રધાળુ ઓ માં રોષ જોવા મળે છે જયારે બીજી તસ્વીર વોરવાડ સુંદરકુવા પાસે ની જયાં નિરંતર ડ્રેનેજ ની સમસ્યા ને લઈ મંદિર મસ્જીદે જતાં શ્રધ્ધાળુઓ માં રોષ જોવા મળે છે.

ડભોઇ નગરમાં ડ્રેનેજ ની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર ને ભાજપ શાસિત ડભોઇ નગરપાલિકા એ નેવે મુકયો હોય એમ લાગી રહયુ છે ડભોઈ ના બેગવડા મહેદવિયા સ્કૂલ પાસે રોડ અને ખુલ્લી ગટરો ને લઇ સ્થાનિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પણ આપેલ હોવા છતાં સમસ્યાનું હજુ સુધી નિરાકરણ થયું નથી મોરવાલા જીન માં ભાજપ ના સંગઠન કેટલાક હોદ્દેદારો રહેતા હોવા છતાંય ડ્રેનેજ ની સમસ્યા નું સમાધાન થતું નથી સાથે સાથે હિરા ભાગોળ પાસે હિંદુ ઓના આસ્થા ના કેન્દ્ર સમા દશામાં નું મંદિર આવેલ છે જયાં સતત અને નિરંતર ડ્રેનેજ નું પાણી પગથિયાં માં જ લીકેજ થતું હોય દર્શનાર્થે આવતા ભકતો ને ડ્રેનેજ ના ગંદા પાણી માંથી પસાર થવું પડે છે જેમાં સિનિયર સિટીઝન ની સ્થિતિ દયનીય બનવા પામે છે એજ રીતે મહૂડી ભાગોળ નજીક વોરવાડ સુંદર કુવા પાસે પણ ડ્રેનેજ ના પાણી ને લઈ મંદિર મસ્જીદે જનાર ભકતો ની સ્થિતિ પણ દયનીય બનવા પામી છે કેટલીક વાર વાહનચાલકો દ્વારા ડ્રેનેજ ના પાણી ના છાંટા ઉડવા ને લઈ રાહદારીઓ અને વાહનચાલકો માં તુ તુ મૈ મૈ ના બનાવો અવારનવાર બનતાં હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ડભોઈ નગર પાલિકા ના પ્રમુખ અને ડ્રેનેજ સમિતિ ના ચેરમેન સરકારી ગાડી છોડી ચાલતા નિકળે તો ડ્રેનેજ ની સમસ્યા થી નગરજનો ની પરિસ્થિતિ નો ખ્યાલ આવી શકે એક વાત નકકી કે આવનાર વિધાનસભા ની ચૂંટણી માં આના પડધા પડશે અને કોગ્રેસ ના બોર્ડ દ્વારા કરાયેલ ભુલ ને પગલે ભાજપ નુ બોર્ડ હાલ ચાલી રહ્યું છે સતા ના નશામાં નગરજનો ની સમસ્યા હાલ ભુલાઈ છે એમ જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here