ડભોઇ દર્ભાવતિ નગરીમાં ગુરુ નાનક જયંતિની ઉજવણી”અને દેવ દિવાળી કારતિકી પૂનમને ભારે શ્રધ્ધા પૂર્વક ઉજવણી

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

મધ્યયુગીન રાષ્ટ્રસમાજમાં જન એકતા તથા ભાઈચારાનો પાયો નાખનાર તથા પ્રજાજનોમાં કર્મઠતા નીતિમત્તાનો સંસ્કાર સીંચનાર શીખ સંપ્રદાયનાં આદ્યપ્રવર્તક સંત ગુરુ નાનક દેવજીની આ વર્ષે ૫૫૨મી જન્મ જયંતી છે.
ગુરુ નાનકદેવનો જન્મ કારતક સુદ પૂનમ સંવત ૧૫૨૬ એટલે કે ઇ.સ.૧૪૬૯માં પંજાબનાં તલવંડી ગામે પિતા કલ્યાણદાસ અને માતા ત્રિપ્તા ને ત્યાં થયો હતો. એમની મોટી બહેન ‘નાનકી’ નામ પરથી ‘નાનકાણા સાહેબ’ પડયું.તેઓ બાળપણમાં એક સમયે પિતાજીએ આપેલા ૨૦ રૂ.માં બે દિવસથી ભૂખ્યા સાધુઓને જમાડયા. જે એમના માટે સૌથી મોટો લાભનો સોદો હતો. આજે ત્યાં ગુરુ દ્વારા ‘સચ્ચા’ સૌદા આવેલું છે. જ્યાં ૨૪ કલાક ભજન અને પ્રસાદનાં લંગર, ભંડારા ચાલે છે. એજ સમયથી શીખધર્મમાં લંગરની પ્રથાનો પ્રારંભ થયો, જે આજે વિશ્વભરમાં શીખધર્મ અને સમાજની ઓળખ બની ગઈ છે. લંગર દ્વારા અન્નદાન સેવા બધા ગુરુદ્વારાઓમાં તથા વિશ્વમાં જ્યાં પણ કુદરતી આપત્તિ આવી પડી હોય ત્યાં પણ લંગર સેવા ચલાવવામાં આવે છે.
ગુરુ નાનકદેવજીએ સુલક્ષણીદેવી સાથે લગ્ન કરીને ગૃહસ્થ જીવન અપનાવ્યું. તેમને બે પુત્રો થયા, શ્રીચંદ અને લક્ષ્મીચંદ, તેઓ અનાજ-કરિયાણામાં કામ કરતા, પણ તેમનું મન ઇશ્વર ભક્તિમાં જ હતું. તેમને જે આવક થતી તે તેને જરૂરત મંદોમાં વહેંચી નાખતા.
ગુરુ નાનક દેવજીએ પોતાના આયુષ્યમાંના લગભગ ૨૩ વર્ષમાં આશરે ૨૮૦૦૦ માઈલની લાંબી પગપાળા યાત્રા કરી. જે એમનાં સમયની સૌથી લાંબિ વિશ્વપદયાત્રા ગણાયી. તેમનાં ઉપદેશો અને રાનાવાણી ‘ગુરુગ્રંથ સાહિબ’માં સંગ્રહિત છે. તેમનાં શિષ્યો શીખ કે’ સિકબ’ કહેવાયા. વિશ્વભ્રમણ કર્યા બાદ ગુરુ નાનકદેવ પંજાબ પાછા ફર્યા. ત્યાં એમણે કરતારપુર નગર વસાવ્યું. પરિવાર સાથે ત્યાં ખેતી કામ કર્યું. લંગર ચલાવ્યા. ધરમશાળામાં ભજન-કિર્તનની શરૂઆત કરી.
ગુરુ શ્રી નાનકદેવજીના સાર્થક ઉપદેશો હતા. નામ-સ્મરણ જાય, કિરતન- ભજન કરો. વંડ છોડો તેઓ સ્વયં પણ એ પ્રમાણે જ જીવ્યા. ભાદરવા વદ દસમ સંવત ૧૫૯૬ એટલે કે ઇ.સ.૧૫૩૯માં પરમ તત્વમાં વિલીન થઈ ગયા. અહીં કરતારપુરમાં તેમના સ્મરણમાં ગુરુદ્વારા બનાવાયું છે.
શ્રી ગુરુ નાનકદેવજીના ૫૫૨માં પ્રકાશ પર્વ ઉપર ડભોઇ સિંધી સમાજના અગ્રણીઓ અને ધર્મગુરુઓના માર્ગદર્શન હેઠળ નગરના ઝારોલાવાગા અને વડોદરી ભગોળ ખાતેના મંદિરે ખૂબ જ ધામ ધૂમથી ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તજનો એ શ્રધ્ધાપૂર્વક દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર ઉત્સવમાં ભાગ લીધો હતો. આજના સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન ડભોઇ સિંધી સમાજના પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી, મંત્રી ચેતનભાઈ સાધવાની, અગ્રણીઓ દીપકભાઈ જાદવાની, અશોકભાઈ સાધવાની, વગેરેના સાથ સહકારથી કરવામાં આવેલ અને રાત્રી દરમ્યાન ભજનનું તેમજ સમગ્ર સમાજ માટે સવાર – સાંજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ. મંદિરમાં યોજાયેલ ઉત્સવ દરમ્યાન નગર ભા.જ.પા.ના અગ્રણીઓ ડૉ. બી.જે.બ્રહ્મભટ્ટ, ડૉ. સંદીપભાઈ શાહ, શશીકાંતભાઈ પટેલ, વિશાલભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here