પાલી ગ્રામ પંચાયતમાં ડે. સરપંચની ચૂંટણીમાં મોહસીન વહોરાને ૧૮માંથી ૧૬ મત મળતા વિજેતા જાહેર કરાયા

સેવાલીયા,(ખેડા) આદિલ વોહરા (ગોધરા) :-

જિલ્લા પંચાયત સદસ્ય દીપેન પટેલ અને પૂર્વ સરપંચ પ્રણવ પટેલની ટીમનો દબદબો

ખેડા જિલ્લાની ૫ સૌથી મોટી પંચાયતોમાંની એક પાલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ માટે લોકોને આતુરતા હતી

પાલી (સેવાલીયા) ગ્રામ પંચાયત ના ઉપસરપંચ પદ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે બપોરે ૨ કલાકે ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી પાલી સેવાલીયા માં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલી ગ્રામ પંચાયતમાં ૧૮ વોર્ડના સભ્યો મતદાર તરીકે પોતાના નાયબ સરપંચને આજે ચૂંટી કાઢવા માટે અને મતદાન કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવ્યા હતા. જેમાં ચૂંટણી અધિકારી નિલેશ જોશી દ્વારા મતદાન કરવા અંગે માહિતી આપી હતી કે જે ઉમેદવાર નું નામ બોલું એને મત આપવા માંગતા સભ્યો હાથ ઊંચો કરશે બાદમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પહેલા ઉમેદવાર તરીકે મોહસીનભાઈ યાસીનભાઈ વહોરાનું નામ લેતા તેના તરફેણમાં ૧૬ હાથ ઊંચા થયા હતા અને બીજા ઉમેદવાર નીતિનભાઈ જેઠાભાઈ પટેલનું નામ જાહેર કરતા તેઓની તરફેણમાં માત્ર ૨ હાથ ઊંચા થતા ચૂંટણી અધિકારી દ્વારા સૌથી વધુ હાથ ઊંચા થયેલા ઉમેદવાર મોહસીન વહોરાને વિજેતા જાહેર કર્યા હતા. જેને લઈ બહાર ઉભેલા સમર્થકોએ જીતને વધાવી પોતાના નવા ઉપસરપંચને ફુલહાર અને મીઠાઈ થી જીતની ખુશીને વહેંચી હતી.

ખેડા જિલ્લાની ૫ સૌથી મોટી ગ્રામપંચાયતોમાંની આ પાલી ગ્રામપંચાયતમાં ફરીવાર એકવાર જિલ્લા પંચાયત સદસ્ય દીપેન પટેલ અને પૂર્વ સરપંચ પ્રણવ પટેલનો દબદબો રહ્યો હતો. સાથે મહિલા સરપંચ ક્રિષ્નાબેન પટેલ પોતાની નવી ટીમ સાથે સેવાલીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ખુશહાલ મુદ્રામાં જણાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here