સફાઈ કર્મીની ભરતીમાં નિમણૂક પામેલને સફાઈ કામ જ કરવું પડશે : પ્રાદેશિક કમિશ્નરનું પરિપત્ર

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરપાલિકા સફાઇકર્મીઓ ની ભરતી વિવાદ શરૂઆત થી જ વિવાદો ના ઘેરા માં જોવા મળી રહી છે.થોડા દિવસ અગાઉ જ ભરતી પ્રક્રિયા માં ભ્રષ્ટાચાર થયું હોવાના પુરાવા સાથે ડભોઇ નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે થી પ્રેસ કોન્ફ્રાન્સ રાખવામાં આવી હતી જેમાં પાલિકા માં ભરતી માટે રૂપિયા ની લેવડ દેવડ ના કોલ રેકોર્ડિંગ તેમજ ભરતી માં ભારતીય જનતા પાર્ટી ના સભ્યો ના સગા તેમજ પાર્ટી માં હોદ્દો ધરાવતા હોદ્દેદારો ને નોકરી આપવામાં આવી છે જેવા પુરાવા રજુ કરી ડભોઇ પાલિકા સફાઇકર્મીઓ ની ભરતી પર સવાલો ઉઠવાયા હતા.તેમજ સફાઈ કર્મી તરીકે ભરતી થયેલાઓ ડભોઇ નગરપાલિકા ખાતે ક્લાર્ક, પટાવાળા,ડ્રાયવર,જેવા અન્ય કામ કરી રહ્યા હોવા નું વિરોધ પક્ષ દ્વારા જણાવવા માં આવ્યું હતું.આ ઉપરાંત સમસ્ત વલિમિકી સમાજ ના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ બારૈયા દ્વારા પ્રાદેશિક કમિશનર ને લેખિત માં જણાવ્યું હતું કે સફાઇકર્મી ની ભરતી માં રોજ મદાર પર વર્ષો થી સફાઈકામ કરતા કર્મચારીઓ ને પ્રાથમિકતા ને બદલે લાગતા વળગતા ની ભરતી કરી સફાઈકામ ની જગ્યા એ અન્ય વિભાગ માં કામ કરાવવા માં આવે છે.જેનો વિરોધ કરતા અરજી પ્રાદેશિક કમિશનર ને કરવમાં આવી હતી.જે બાદ પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીમાંગર ખાતે થી ગુજરાત ની તમામ નગરપાલિકા ઓ ને ઉલ્લેખ કરતા પરી પત્ર જાહેર કરવામાં આવ્યો હતો જે મુજબ રાજ્ય ની જે નગરપાલિકા દ્વારા સફાઈકર્મી ની જગ્યા પર નિમણૂક કરવામાં આવી હોય તેવા તમામ કર્મચારીઓ પાસે કચેરી માં અન્ય કામગિરી ના બદલે ફરજીયાત પણે સફાઈકામદાર તરીકે ની જ કામગીરી લેવામાં આવે જેવી સૂચના નગરપાલિકા ઓ ને આપી દેવામાં આવી છે.આ સાથે જ સરકાર શ્રી ના નિયમનુસાર નગરપાલિકા ખાતે આઉટ સોસિંગ થી કામ કરતી એજન્સી દ્વારા કામદાર ના ઇ.પી.એફ ખાતા માં નિયમિત પણે સમયસર ફાળો જમા કરાવવા માં આવે ત અંગે સંબંધીતો ને સૂચના આપવામાં આવી છે.હાલ ડભોઇ નગરપાલિકા માં ભરતી પામેલ કર્મચારીઓ વેરા શાખા ના ટેબલ પર તો કોઈ ડ્રાયવર તરીકે આમ અલગ અલગ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે શું આવનાર દિવસો માં ડભોઇ પાલિકા પ્રાદેશિક કમિશ્નર ના આદેશ નું પાલન કરશે કે પછી પ્રાદેશિક કમિશ્નર ના આદેશ ની અવગણના કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ ડભોઇ સફાઇકર્મીઓ ની ભરતી કાંડ એ આખા ગુજરાત માં ચકચાર મચાવી પક્ષ ની છબી ખરડવાનું કામ કરેલ છે તેવું સત્તા પક્ષ ના કાર્યકરો માં ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here