વરઘોડામાં સ્પ્રાઇટ ઉડાડતા યુવાનને રોકતા યુવાનના ભાઈએ બદલાના ભાવે લોહિયાડ ધીંગાણું ખેલી વરના કાકાને મોતને ઘાટ ઉતાર્યા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ખોબચા જેવડા રતનપુરગામમાં રહેતાં હિંમતભાઈ ભયજીભાઈ ગોહિલના પુત્ર મહેશના લગ્ન 3 એપ્રિલના રોજ રાખવામાં આવ્યા હતા. રતનપુરના મહેશના લગ્નની ઢોલ શરણાઇઓ માંડવે વાગતા પરિવારમાં લગ્ન પ્રસંગ ની ખુશીઓ છવાઈ ગઈ હતી. સવારથી જ ઘર આંગણે ઢોલ શરણાઈ સાથે મહેશના લગ્નની ખુશી સાથે એક પછી એક લગ્નની રીત રસમ પૂર્ણ કરી સાંજે વરરાજા મહેશને તૈયાર કરી વરઘોડે બેસાડી ડીજેના તાલે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. વરઘોડિયાઓ ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા. વાજતે તે ગાજતે વરઘોડો શિવજીના મંદિરે પહોંચ્યો કે વરરાજાના ઘર સામે રહેતાં પૃથ્વી પરમાર નામના યુવાન સ્પ્રાઇટ ની બોટલ લઈ આવી વરઘોડામાં નાચતા લોકો પર ઉડાડવા લાગ્યો હતો. વરરાજાના કૌટુંબી કાકા દશરથભાઈ ગોહિલ પૃથ્વીને સ્પ્રાઇટ ઉડાવતા રોક્યો. જેના કારણે પૃથ્વી અને વરરાજાના કાકા વચ્ચે બોલા ચાલી થઈ અને પૃથ્વી બોલાચાલી કરી ઘરે જતો રહ્યો.અંદાજીત અગિયાર વાગ્યાંના સમયે ગામમાં વરઘોડો ફરી ઘરે પરત ફરતા માંડવે આવેલ વરરાજા ઘોડા પરથી ઉતરી ઘરમા પ્રવેશ કરતાં થોડી જ વારમાં વરરાજાના કૌટુંબ કાકા દશરથભાઈ ગોહિલ અને તેમના પુત્ર અને સગા સ્નેહીયો ઘર આંગણે બાંધેલ માંડવા નીચે ઉભા હતાં. પરંતુ તોફાને ચડેલા યુવાન પૃથ્વી પરમારનો ભાઈ પૃથ્વીને લગ્નમાં સ્પ્રાઇટ ઉડાવતા રોકવાની બાબતે બદલો લેવાના ભાવે ધીંગાણું ખેલવા ફિલ્મી ધબે હાથમાં લોખંડનું ખંજર લઈ આવી માંડવા નીચે ઉભેલા દશરથભાઈ નાં પેટમાં મારી દેતાં દશરથભાઈ ગોહિલ નાં પેટના અંતરડા પણ બહાર લાવી દેતાં લોહીલુહાન દશરથભાઈ જમીન પર ઘડી પડ્યા. જ્યારે આટલું કરતાં સંતોષના પામતા ખૂની મહેશ કહેવા લાગ્યો કે મારાં ભાઈ પૃથ્વી સાથે બોલાચાલી કરી એટલે ખતમ કરવા ખંજર મારયુ છે. તેવું કહી દોડી સામે આવેલા તેના ઘર તરફ દોડી જતો રહ્યો હતો. લગ્ન માંડવે નજીવી બાબતે ખેલાયેલા ધીંગાણામાં વરરાજાના કૌટુંબીક કાકા દશરથભાઈ ગોહિલ ખૂની નાં ખંજર થી ગવાતા લોહીલોહાણ પડેલા જોઈ તાત્કાલિક તેમના પુત્ર અને સગા સ્નેહી દ્વારા પ્રાઇવેટ વાહન ઇકો માં સુવડાવી સારવાર માટે કાલોલ સરકારી દવાખાને લઈ નીકળ્યા હતા. પરિવારના સભ્યો દ્વારા સારવાર અર્થે લઈ જવા માટે બોલાવેલ 108 રસ્તામાં મળતા ઇજાગ્રસ્તને 108 માં સુવાડી ઇકો પરત મોકલી 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કાલોલ રેફરલ હોસ્પિટલ ના તબિયત દ્વારા ઇજાગ્રસ્ત ને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામતા રેફરલ ના તબિયત દ્વારા તેમના પરિવારજનો સામે મૃતક જાહેર કર્યા હતા. જેથી લગ્ન પ્રસંગની ખુશી માતમમાં છવાઈ ગઈ હતી. મૃતક કાકા ના પુત્ર જયેશ ગોહિલ અને પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બનાવવાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. કાલોલ પોલીસે સદર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા મહેશ ને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here