જમિયતે ઊલમાએ હીંદ ડભોઈ યુનિટી ફાઉન્ડેશન દ્વારા ગણતંત્ર દિવસ અંતર્ગત મેઘા ઈ શ્રમ કાર્ડ નોંધણી કેમ યોજાયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

જમીયતે ઉલમાએ હિંદ ડભોઇ, યુનિટી ફાઉન્ડેશન ડભોઇ, ડભોઇ નગરપાલિકા,અને વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન ના સંકલન સહયોગથી આ મેઘા ઈ આશ્રમ કાર્ડ કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું.જેમાં ડભોઇના ૧૫૦ ઉપરાંત લાભાર્થીઓએ લાભ લઈ પોતાના ઈ શ્રમ કાર્ડ વિના મૂલ્યે પ્રાપ્ત કર્યા હતા.
સાથે ઈ શ્રમિક કાર્ડ નોંધણી માટે અસંગઠિત શ્રમિકો જેમકે ખેતી,ઘરેલું કામદાર રિક્ષા-ડ્રાઇવર, દૂધ મંડળીના સભ્ય, વર્કર બહેનો ઉમર 16- 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ જ્યારે ઈ શ્રમિક રજીસ્ટ્રેશન માટે જરૂરી પુરાવા તરીકે (1)મોબાઈલ સાથે રાખો (2)આધારકાર્ડ (3)બેંક પાસબુક (4)વારસદારની વિગત, જન્મ તારીખ, સંબંધ નામ અને ઉ.દા આધારકાર્ડ ચૂંટણીકાર્ડ ઈ શ્રમ કાર્ડ નોંધણી કરાવનાર શ્રમિકો માટે લાભમાં આકસ્મિક મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે એવા કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા બે લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા એક લાખની સહાયનો લાભ મળશે આ અંગેની નોંધણી માટે દરેક ગામ ખાતે આવેલ VCE પાસે જઈને નોંધણી કરાવી શકાય છે.એમ જમિઅતે ઊલમાએ હીંદ ડભોઈ ના જનરલ સેક્રેટરી હાફિઝ ઇલ્યાસ અને યુનિટી ફાઉન્ડેશન ડભોઈ ના કાર્યકરો દ્વારા લાભાર્થીઓને માહિતગાર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here