છોટા ઉદેપુર : સ્વચ્છતાના બેનર તળે ગંદકીના દ્રશ્યો.. કુસુમ સાગર તળાવની સાફસફાઈ કરાવવા રાજવી પરિવારની માંગ…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર ની મધ્યમાં રજવાડી સમયથી આવેલ કુસુમ સાગર તળાવ રાજવી પરિવાર દ્વારા નગર પાલિકા ને ભેટ આપવામા આવ્યુ હતું. હાલ તેનો વહીવટ નગર પાલિકા કરી રહ્યું છે. પરતું છેલ્લાં ઘણા વરસો થી આ કુસુમ સાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવ માં ઉગી નીકળેલી નફ્ફટ વેલો તથા ગંદું પાણી દુર્ગંધ મારતું હોય અને મચ્છર તથા અન્ય જીવ જંતુઓનો ભારે ત્રાસ હોય, તળાવના કિનારા ઉપર અસહ્ય ગંદકી હોય જે બાબતે લાખો રૂપિયા પાલીકા દ્વારા ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આ તળાવની યોગ્ય સફાઈ થતી નથી અને અને પૈસા પાણી માં જતાં હોય તેમ નરી આંખે દેખાય રહ્યુ છે. જે તળાવની યોગ્ય સાફસફાઈ ન થતાં છોટા ઉદેપુર રાજવી પરિવારના પુત્ર ભવાની પ્રતાપસિંહ ચૌહાણ રોષે ભરાયાં છે અને તળાવની તાત્કાલીક સફાઇ કરવાની માંગ કરી રહ્યા છે.

છોટા ઉદેપુર એક સ્ટેટ હતું, રાજા રજવાડા ના સમયમાં છોટા ઉદેપુર ની પ્રજાના ઉપયોગ અર્થે રાજવી પરિવાર દ્વારા ઘણી બધી મિલકતો પ્રજાને ભેટ ધરવામાં આવી હતી. અને હાલ પણ પ્રજા તેનો ઉપયોગ કરી રહી છે. જેનાં ભાગરૂપે કુસુમ સાગર તળાવ પણ છે. આ તળાવ નગર ની મધ્યમાં આવેલું હોય અને નગરની શોભા ગણાતું હોય પરતું વર્ષો થી તળાવ ની શોભા છીનવાઈ ગઈ છે. પાલીકા દ્વારા અઢળક ખર્ચ કરવામાં આવતો હોવા છતાં તળાવ સાફ થતું નથી. અગાઉ દોઢ વરસ પહેલાં અઢાર લાખ ના ખર્ચે કુસુમ સાગર તળાવ સાફ કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરતું યોગ્ય સાફ સફાઈ ન થતાં ફરી ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યુ છે. ઇજારદારો બેફામ કામગીરી કરતા હોય જે અંગે પ્રજામાં રોષ વર્તાઇ રહ્યો છે. તળાવમાં ઉગી નીકળેલી ઘાંશ નફ્ફટ વેલો અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી ક્યારે સાફ થશે જેની પ્રજા કાગડોળે રાહ જોઈ રહી છે. તળાવની સફાઇ અર્થે વારંવાર નાણાં ફાળવવામાં આવતા હોવા છતાં કમ યોગ્ય સફાઈ થતી નથી એ પણ ચર્ચાનો વિષય નગરની જનતા માટે બન્યો છે. શું ઉચ્ચ અધિકારીઓ આવનારાં દિવસોમાં આ અંગે ઉંડો રસ ધરાવશે કે કેમ? કે પછી સ્વચ્છ ભારત મિશન ની વાતો વચ્ચે કુસુમ સાગર તળાવ ની ગંદકી યથાવત રહેશે? એ જોવાનું રહ્યું. આવનારાં દિવસોમાં રૂપિયા ૧ કરોડ ૫૫ લાખના ખર્ચે તળાવ સાફ કરવા ની એસ્ટીમેટ ફાઈલ નવા એજન્ડા માં મુકવામાં આવી હોય તો આવનારા દિવસોમાં આ કામને મંજૂરી મળે તો શું તે વખતે પણ આ જ સ્થિતિ યથાવત રહેશે.? કાયમી તળાવ સાફ થશે કે કેમ? એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનિય છે કે ૩.૫૦ કરોડ ના ખર્ચ તળાવની બ્યુટી ફિકેશન ની કામગીરી પાલીકા દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ કામગીરી બંધ પડી છે . જ્યારે તળાવનો કચરો સાફ કરવા ની કામગીરી નું એસ્ટીમેટ ની ફાઇલ તાજેતર માં મુકવામાં આવી હોય તો પ્રજામાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે તળાવની સૌંદર્યતા પહેલા વધારવામાં આવશે કે પહેલા કચરો સાફ કરવા માં આવશે. તે પ્રશ્ન પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. અને હાસ્યાસ્પદ બની રહ્યો છે.

છોટા ઉદેપુર રાજવી પરિવારના પુત્ર ભવાની પ્રતાપસિંહ ચૌહાણ જણાવી રહ્યા છે કે કુસુમ સાગર તળાવ નો વહીવટ અમારા પરીવાર દ્વારા પાલીકા ને આપવામા આવ્યો હતો. પરતું તેની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી જે ભારે દુઃખ જનક વાત છે હાલ માં આ તળાવ માં ગંદકી, દુર્ગંધ યુક્ત પાણી, મચ્છર અને અન્ય જીવ જંતુઓથી ખદબદી રહ્યું છે. જ્યારે અઢાર લાખ રૂપિયા તળાવની સાફ સફાઈ અર્થે ખર્ચ કરવામાં આવ્યો હોય તો આ સ્થિતિ કેમ છે. ? તેવો સવાલ ઉઠાવ્યો હતો. પ્રજાના હિત માટે યોગ્ય સાફ સફાઈ અને નિયમિત ચોખ્ખાઈ રાખવી ખૂબ જરૂરી છે તેમ જણાવી તાત્કાલીક તળાવ સાફ કરવા ની માંગ કરી હતી : ભવાની પ્રતાપસિંહ ચૌહાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here