છોટાઉદેપુર : પાવીજેતપુરના મોટાકાંટવા ગામે કોંગ્રેસ પ્રભારીના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોનું સંમેલન યોજાયું

પાવીજેતપુર, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

૨૭ વર્ષથી આ ભાજપ સરકાર રાજ કરી રહી છે ત્યારે કોઈપણ ભાવમાં નિયંત્રણ રહ્યું નથી : રાજેન્દ્રસિંહ રાઠવા.વર્તમાન સરકારે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કરી હપ્તો જ ગોઠવી દીધો છે : સંગ્રામસિંહ રાઠવા.
પાવીજેતપુરના મોટાકાંટવા ગામે રાજસ્થાનના મંત્રી તેમજ કોંગ્રેસના છોટાઉદેપુર વિધાનસભા બેઠકના પ્રભારી ના પ્રતિનિધિ ના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત થઈ મિટિંગ યોજાઈ હતી.

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે છોટાઉદેપુર વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસના પક્ષમાં રહી છે. ત્યારે આવનારી ચૂંટણીમાં પકડ ઢીલી ન પડે તે હેતુસર રાજસ્થાનના મંત્રી અર્જુનભાઈ જેવો છોટાઉદેપુર વિધાનસભા બેઠકના પ્રભારી હોય તેઓના અધ્યક્ષ સ્થાને પાવીજેતપુરના મોટાકાંટવા ગામે કોંગ્રેસી કાર્યકરોનું એક મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું. પરંતુ દિલ્હીથી તેડું આવી જતા પ્રભારી અર્જુનભાઈ ને તાત્કાલિક રવાના થવું પડ્યું હતું ત્યારે તેઓના પ્રતિનિધિ તરીકે રાજસ્થાનના માજી ધારાસભ્ય રમેશભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસી કાર્યકરો નું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પીઢ કાર્યકર તેમજ નેતા એવા ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર બેઠકના દાવેદારો એવા સંગ્રામસિંહ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કોંગ્રેસના સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સંગ્રામસિંહ રાઠવા એ બોલતા જણાવ્યું હતું કે વર્તમાન સરકારે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કરી હપ્તો જ ગોઠવી દીધો છે તેમજ સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે ત્યારે આ સરકારને ઉખાડી દેવા માટે આપણે બધાએ સક્રિય પ્રયાસો કરવા પડશે. જ્યારે રાજેન્દ્રસિંહ રાઠવા એ બોલતા જણાવ્યું હતું કે ૨૭ વર્ષથી આ ભાજપ સરકાર રાજ કરી રહી છે ત્યારે કોઈપણ ભાવમાં નિયંત્રણ રહ્યું નથી જીવવું દુસ્વાર બની ગયું છે.

ત્યારે આપણે બધાએ ભેગા થઈને આ સરકારને ઉથલાવવી જ પડશે, સરકારને બદલવી જ પડશે. સાથે સાથે બોલતા જણાવ્યું હતું કે બબ્બે એન્જિનની સરકાર ની વાત કરે છે તો એક એન્જિન બગડી ગયું એટલે બીજું એન્જિન લગાવવું પડ્યું અને બીજું એન્જિન બગડી જશે તો શું ત્રીજું એન્જીન લગાવવું પડશે ? આવા વેધક સવાલો જનતાને કર્યા હતા તેમજ ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોને જવાબદારી સોંપી હતી કે ઘેર ઘેર જઈ દિવાળીના ટાણે તેમજ લગ્ન પ્રસંગો, મરણ પ્રસંગોમાં ઉપસ્થિત રહો ત્યારે આપણે આપણી વાત મૂકવાની છે લોકોના કાન સુધી આપણી વાત પહોંચાડી આ સરકારને ઘર ભેગી કરવાની છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here