છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ટીંબાના ગ્રામજનો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આત્મદાહનો પ્રયાસ તમામની પોલીસે કરી અટકાયત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામના 25 થી વધુ ગ્રામજનો પોતાની વ્યથા લઇ આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવ્યા હતા. તેમાં એક યુવાન દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરાતા પોલીસે તમામ ની અટકાયત કરી હતી. ટીંબા ના આ ગ્રામજનો તાલુકા મથકે પોતાની વાતના સંભળાતા જિલ્લા સેવા સદન ખાતે પોતાને થયેલા અન્યાય સામે રજુઆત કરવા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેઓ વર્ષો થી ટીમ્બા ખાતે રહી ઢોર બકરા ઉછેરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમય થી ગામની 500 એકડ ગૌચર જમીન અન્ય લોકોએ પડાવી લેતા તેમના ઢોરો બકરા ને ભૂખે મારવાનો વારો આવ્યો છે. અને ગામના સરકારી અનાજના દુકાનદારો તેમની પાસે એક થી વધુ અંગુઠા લઇ તેઓના ભાગનું અનાજ સગેવગે કરી દઈ તેઓને અનાજ આપતા નથી . આ બાબતે અગાઉ અનેકો વાર રજૂઆતો ના સાંભળતા તેઓ આજરોજ જિલ્લા સેવા સદન ખાતે ન્યાય ની માંગણી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 500 એકાદ ગૌચર જમીન માં ઢોર બકરા ચરાવવા દેવાની માંગણી કરી રહ્યા હતા જેથી તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન થઇ શકે જિલ્લા સેવા સદનના પટાંગણ માં ભરતભાઈ વિઠ્ઠલભાઈ તડવી નામના ગ્રામજને પોતાના પર કેરોસીન છાંટી આત્મદહન નો પ્રયાસ કર્યો હતો ગ્રામજનોએ આ બાબતે આજે નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી અને અને માંગણી નહિ સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જો કે નિવાસી અધિક કલેકટર દ્વારા આ બાબતે ઘટતું કરવા ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here