છોટાઉદેપુર જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જીલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજ રોજ તા. ૨૩/૦૫/૨૦૨૩નાં રોજ માન.કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જીલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની રીવ્યુ બેઠક યોજવામાં આવેલી હતી. જે અંતર્ગત કમિટીના તમામ સભ્યો અને સભ્ય સચિવશ્રી જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ શ્રી ચિંતન એમ. માકાણા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાં અધ્યક્ષશ્રી મુકેશભાઈ પટેલ, સ્વૈચ્છીક સંસ્થા દીપક ફાઉન્‍ડેશન જબુગામની ટીમ હાજર રહેલ હતી. જેમાં માન.કલેક્ટરશ્રી છોટાઉદેપુર દ્વારા બાળ સુરક્ષા પર ભાર આપતા જણાવેલ કે બાળ સુરક્ષા માટે તમામ સંલગ્‍ન વિભાગોએ સાથે રહીને કામગીરી કરવાની રહેશે. તથા ગ્રામ્ય લેવલે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા લેવલે તાલુકા બાળ સુરક્ષા સમિતિ નિયમિત યોજવા સુચન કરવામાં આવેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી રવિદાસ રાઠવા દ્વારા તમામ સભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here