2024 ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, પાંચ વર્ષમાં દેશવાસીઓને શું-શું મળશે ?

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભા ચૂંટણી 2024ને લઈ ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો આજરોજ જાહેર કરી દીધો છે. ભાજપે આ ઘોષણા પત્રને ‘મોદીની ગેરન્ટી’ નામે સંબોધિત કર્યો છે. ઘોષણા પત્રમાં ભાજપે આગામી 5 વર્ષમાં તેઓ દેશ ની જનતા માટે શું-શું કરશે અને તેમનો રોડમેપ શું હશે તે વિશે જાણકારી આપી છે.

ભાજપે દિલ્હી મુખ્યાલયથી પોતાનુ ઘોષણાપત્ર જાહેર કર્યો તે પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને જેપી નડ્ડાએ આ ઘોષણાપત્રનું વિમોચન કર્યું હતું.

આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણી ઢંઢેરામાં અમે દેશના 140 કરોડ નાગરિકોનું ખાસ ધ્યાન રાખ્યું છે. કોઈપણ ગરીબ ભૂખ્યો ના સુવે, તેનું મન અને પેટ બંને ભર્યું રહે તે અમે સુનિશ્ચિત કરશું… આ “મોદીની ગેરેન્ટી છે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આખા દેશને ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ઈંતેજાર રહે છે. જેનું એક મોટું કારણ છે. 10 વર્ષમાં ભાજપે પોતાના સંકલ્પ પત્રના દરેક મુદ્દાને ગેરેન્ટીના રૂપમાં જમીન પર ઉતાર્યો છે. ભાજપે મેનિફેસ્ટોની યાદી ફરીથી સ્થાપિત કરી છે. આ સંકલ્પ પત્ર વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભ- યુવાશક્તિ, નારીશક્તિ, ગરીબ અને ખેડૂત આ તમામને સશક્ત કરે છે. મોદીની ગેરન્ટી છે કે મફત રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. ગરીબના ભોજનની થાળી પોષણયુક્ત હોય, તેના મનને સંતોષ આપનાર હોય અને પોસાય તેટલી સસ્તી હોય તે અમે સુનિશ્ચિત કરશું નું પોતાના વક્તવ્ય માં જણાવ્યુ હતુ.

ભારતિય જનતા પાર્ટી ના જાહેર કરવામાં આવેલ સંક્લ્પ પત્ર મા
વધુ 3 કરોડ ઘર બનાવવાનો સંકલ્પ વ્યકત કરવામા આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, “ભાજપે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષની ઉંમરથી વધુનની ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાના વિસ્તારમાં લાવવામાં આવશે. 70 વર્ષથી ઉપરના દરેક વૃદ્ધ પછી તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે પછી ઉચ્ચ મધ્યમ વર્ગથી જ કેમ ન હોય, તેમને 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની સુવિધા મળશે. ભાજપ સરકારે ગરીબોને 4 કરોડ પાક્કાં ઘર બનાવી આપ્યાં છે. હવે જે રાજ્ય સરકારો પાસેથી વધારાની જાણકારી મળી રહી છે, તે પરિવારોએ પણ ચિંતા કરતાં અમે 3 કરોડ વધુ ઘર બનાવવા માટે સંકલ્પ લઈને આગળ વધશું. અત્યાર સુધી અમે સસ્તા સિલિન્ડર ઘર-ઘર પહોંચાડ્યા, હવે અમે પાઈપથી સસ્તી રસોઈ ગેસ ઘરે-ઘરે પહોંચાડવા માટે તેજીથી કામ કરશું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here