નર્મદા જીલ્લાના નિઘંટ ગામે જાનમાં આવેલા ઇસમની પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામમાં લગ્નની જાન માં આવેલા એક શખ્સ ની બાઈક ચોરી થતાં પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગતો અનુસાર રવિકુમાર સંજયભાઇ વસાવા રહે -થવા નિશાળ ફળીયુ તા.નેત્રંગ જી.ભરુચ નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા ની હોન્ડા કંપની ની હોન્ડા સાઇન ટુ વ્હીલર મોટર સાઇકલ નં-GJ-16-CD- 3319 ની કી.રૂ.૪૦,૦૦૦ -/ની નિઘટ ગામે જાન માં આવેલા હતા અને નિઘંટ ગામે હનુમાન મંદિર ની સામે પાર્ક કરેલ હતી તે મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ઘણી શોધખોળ બાદ પણ ક્યાંયે નહિ મળતા આખરે ડેડીયાપાડા પોલીસ મથકે પોતાની ફરિયાદ દાખલ કરતાં પોલિસે ગુનો દાખલ કરીને મોટર સાયકલ ની ચોરીનો ભેદ ઉકેલવાની દીશામાં કાર્યવાહિ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here