વેજલપુર પોલીસ દ્વારા આક ફરકનો જુગાર રમતા બે ઇસમોને રૂ ૧૦,૮૦૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

વેજલપુર,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન એમ રાવત પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમી મળેલ કે રૂપારેલ નદી ની ઝાડી ઝાંખરા માં કેટલાક ઇસમો વરલી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમે રમાડે છે જે બાતમી આધારે પોલીસે વેજલપુર મેહલોલ ચોકડી પાસે આવીને બાતમી ની જગ્યાએ જોતા બે ઈસમો કંઈક લખતા લખાવતા હોય તેવું જણાયું પોલીસે દોડીને બંનેને ઝડપી પાડયા જેઓના નામ પુછતા રમેશ ભાઈ રણછોડ ભાઈ ચૌહાણ રે ઢોલી તલાવડી વેજલપુર આંકડા લખનાર તથા જીગ્નેશ ઉર્ફે સચિન જશવંતભાઈ ચૌહાણ રે. ખેડા ફળિયા વેજલપુર આંકડા લખાવનાર એમ બે શખ્સોને ઝડપી પાડી તેઓની અંગજડતી માં થી રૂ ૧૦,૮૦૦/ અને એક બોલપેન તથા આંકડા લખવાની સ્લીપ બુક નંગ ૧ નો મુદ્દામાલ ઝડપી પાડી પોતાના અંગત લાભ માટે જાહેરમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રમાડી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો તે બાબતે બંને ઈસમ સામે જુગારધારાની કલમ ૧૨ અ મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here