ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે હાજી પીર કાયમુદ્દિનબાવા સાહેબ નો ૧૪મો ઉર્ષ મનાવાયો

ભરૂચ, જાવેદ એન કુરેશી (નસવાડી) :-

ભરૂચ જીલ્લાના ઝઘડીયા ગામે હજરત હાજીપીર કાયમુદ્દિન બાવા સાહેબનો ૧૪મો ઉર્ષ ઉજવાયો જેમા રફીયૂદ્દિન બાવા સાહેબના શહેજાદા અરહમુદ્દીન બાવા સાહેબ ને ખિલાફત આપવામા આવી હતી અને ઝઘડિયા ખાતે હાજી પીર કાયમુદ્દિન બાવા સાહેબ ની દરગાહ પર લોકોની આસ્થા રહેલી છે અને હજારોની સંખ્યા મા લોકો પોતાની હાજરી માટે આવતા હોય છે અને આ જગ્યાએ નિયાઝ નુ ભવ્ય આયોજન કરવામાં આવેછે જેમા હિન્દૂ મુસ્લિમ લોકો ત્યાં હાજરી આપતા હોય છે અને લોકોની મનોકામના પૂરી થાય છે અને દરેક ગામની અલગ અલગ ફૂલોની ચાદર તથા ગલેબ ચઢાવવામાં આવે છે અને દરેક ગામની ચાદર અને ગલબ રફીક બાવા સાહેબ અને કદીર બાબા સાહેબ અને અરહમુદ્દીન બાવા સાહેબ ના હસ્તે ચઢાવવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો આવે છે અને બાવા સાહેબની મુલાકાત લે છે અને બાવા સાહેબ દરેક મુરીદોને તેમની દુઆઓથી નવાજે છે આ કાર્યક્રમ મા આગલા દિવસે સંદલ ચઢાવવામાં આવે છે અને સંદલ માં પણ હજારોની સંખ્યામાં લોકો આવે છે અને સંદલ નો લાભ લે છે અને ઉર્સના દિવસે મહેફિલે સમા નો પ્રોગ્રામ કરવામાં આવે છે જેમાં કવાલ પોતાની કવાલી રજૂ કરે છે અને લોકો કવાલી સાંભળવાનો પણ લાભ લે છે આ રીતે ઝઘડિયા ખાતે ઉર્સ મનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here