બોડેલી તાલુકાના જુના કદવાલીયા ગામે વાવાઝોડા સમયે મૃત્યુ પામેલ વૃધ્ધ કંચનભાઈ બારીયાની પત્નીને સરકાર તરફે 4 લાખની સહાય

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકામાં ૧૬ જુનના બિપરજોય વાવાઝોડાની અસરને પગલે બોડેલી તાલુકાના જુના કદવાલીયા ગામે વૃધ્ધ કંચનભાઈ મોધજીભાઈ બારીયા(ઉ.વષૅ ૬૫) પોતાના ખેતરમાં બનાવવામાં આવેલ કાચા પતરાનો શેડ ભારે વાવાઝોડા સાથે પવનના કારણે પતરાનો શેડ ઉડીને કંચનભાઈ પર પડતાં શેડ નીચે દબાઈ જતાં સારવાર મળે તે પહેલાં જ કંચનભાઈનુ મોત નિપજ્યું હતું જેની તંત્ર દ્વારા નોંધ લેવામાં આવી હતી આથી આકસ્મિક અવસાન થતાં મૃતકના પરિવારને સરકાર તરફથી રૂપિયા ૪ લાખની સહાય આપવામાં આવી છે જેથી કંચનભાઈના મોત થવાથી તેમની પત્ની જશીબેન બારીયાને સરકાર તરફથી સહાયનો ચાર લાખ રૂપિયાનો ચેક જુના કદવાલીયા ગામે સંખેડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે આપવામાં આવ્યો હતો જેમાં ડો.કીરીટભાઈ બારીયા, બોડેલી તાલુકા પંચાયતના સદસ્ય કોકીલાબેન બારીયા,ભાજપા અગ્રણી જેસિગભાઈ બારીયા, હસમુખભાઈ બારીયા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here