છોટાઉદેપુર જીલ્લાના નવલજા ગામ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા… રૂપિયા ૪ લાખ ૨૦૦ નો વિદેશી દારૂ સાથે ૧ ઇસમ ઝડપાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર જીલ્લા માં મઘ્ય પ્રદેશ માંથી ગુજરાત માં ઘુસાડવા માં આવતો વીદેશી દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

મઘ્ય પ્રદેશ માંથી છોટા ઉદેપુર જિલ્લામાં થઈ ગુજરાતમાં વીદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય તેવી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળી હતી જે બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કવાંટ તાલુકામાં આવેલ નવાલજા ગામ કવાંટ રેનધા રોડ ના પુલ પાસે તા.૧૪-૧૨-૨૦૨૩ ને રાત્રે ૧૦ વાગ્યાં ની આસપાસ મઘ્ય પ્રદેશ ના છક્તલા થી ગુજરાત ના બોડેલી તરફ આવતી ટોયોટા ઇનોવા ગાડી નં જીજે ૦૧ આર સી ૬૭૧૭ માં વિદેશી દારૂ ભરી લવાતો હતો અને વીદેશી દારૂ ભરેલી ટોયોટા ઇનોવા ઝડપાઈ ગઈ હતી અને સાથે એક ઈસમ રઘુનાથ વેલસિંગ બારિયા ઉ વ.૨૮ રહે. બરડીપાડા, મઘ્ય પ્રદેશ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

છોટા ઉદેપુર જીલ્લા માં મઘ્ય પ્રદેશ તરફથી ગુજરાત માં આવતો વીદેશી દારૂ અંગે ઘણા બધા કેસો બનતા હોય છે. તેવી જ એક ઘટના ગત રોજ તા ૧૪-૧૨-૨૦૨૩ ના બની હતી. કવાંટ તાલુકાના કવાંટ રેણધાં રોડ પુલ પાસે નવાલજા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા છાપો મારતાં ફિલ્મી ઢબે ઉપરોક્ત ટોયોટા ઇનોવા ગાડી નો પીછો કરતા ઝડપી પાડી હતી. અને ગાડી માં લઇ જવાતો જુદી જુદી બ્રાન્ડ નો બોટલ નં ૪૦૦૨ અને ઉપરોક્ત ઇસમ ને ઝડપી પાડ્યો હતો. અને વિદેશી દારૂની કિંમત રૂ ૪ લાખ ૨૦૦ તથા ઇનોવા કાર ની કિંમત રૂ ૧૦ લાખ તેમજ મોબાઈલ નં બે સહીત કુલ મુદ્દામાલ ૧૪ લાખ ૨૫હજાર ૭૦૦ નો કબ્જે કરવામાં આવ્યો હતો. અને આ ગુનામાં સામેલ ત્રણ આરોપી જેમાં (૧) પરેશ ચકો ચૌહાણ, રહે. કારેલીબાગ વડોદરા (૨) હાતમભાઇ, રહે. છોટા ઉદેપુર અને ડી કે રહે. વડોદરા તથા અન્ય બે ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here