રાયસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્તિથિ આગમન સાથે સ્વાગત કરાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” છોટાઉદેપુરના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ” પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું રાયસા ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરઆંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મહિલાઓ, યુવાનો, ખેડુતો સહિત ગરીબ-મધ્યમવર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે. આદિવાસી સમુદાય પણ આશીર્વાદરૂપ બની રહેલી આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. “મેરી કહાની, મેરી જુબાની”થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનો જાગૃત કર્યા હતા. કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામુહિક શપથ લીધા હતા. નોંધનીય છે કે, સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

આ પ્રસંગે માન્ય ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા , કનલવા જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ રાઠવા તાલુકા પંચાયત ના સભ્ય તેમજ ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વ તાલુકા પંચાયતના સભ્યશ્રી ડુંગરસિંગ પૂર્વ ગ્રામ પંચાયતમાં સરપંચ જતન ભાઈ રાઠવા રાયપુર ગામના પૂર્વ સરપંચ વિનુભાઈતેમજ સ્થાનિક અગ્રણીઓ-પદાધિકારીઓ, સરપંચો, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here