ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ ડીસા નગરની મુલાકાતે…!

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત કરણી સેના અધ્યક્ષ રાજસિંહજી શેખાવત ડીસાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમનું ડીસાના પાલનપુર હાઈવે પર ડીસા- બનાસકાંઠા કરણી સેનાના પદાધિકારીઓ દ્વારા ઢોલ નગારા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેમનું બનાસકાંઠા કરણી સેનાના હોદેદારો છોગાજી રાજપૂત,અજયસિંહ ચંપાવત,પથુભા રાજપૂત, ડીસા તાલુકા અધ્યક્ષ વિક્રમસિંહ રાજપૂત, મહામંત્રી રમેશભાઇ રાઠોડ તથા ડીસા તાલુકા કરણી સેના ટીમ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી તલવાર આપી સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ડીસાના લોધા સમાજ સકલ પંચના આગેવાનોમાં કિશનભાઇ લોધા, રમેશભાઈ લોધા, ભગવાનસિંહ લોધા, રામપ્રસાદ લોધા વગેરે દ્વારા પણ તેમનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંગઠનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here