નર્મદા જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા આગામી ૨૨ મી જૂને નેશનલ લોક અદાલત યોજાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. ૨૨ જૂન, ૨૦૨૪ ના રોજ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાનાર છે. જ્યાં રાજ્યના જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોકર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરત અંગેના કેસ, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર-માલિકોને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો નિરાકરણ માટે મૂકી શકાય છે.

આ અવસરનો લાભ લેવા માટે તથા નેશનલ લોક અદાલત અંગે વધુ માહિતી મેળવવા નર્મદા જિલ્લા-તાલુકા સેવા સત્તા મંડળ, ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકાશે. તેમ નર્મદા જીલ્લા સેવા સત્તા મંડળ તરફ થી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here