છોટાઉદેપુર જિલ્લામાં ધીમે પગલે શિયાળાની ઋતુનું આગમન… સવારે અને મોડી રાત્રીએ ઠંડીનો ચમકારો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં ધીમે પગલે શિશિર ઋતુનું આગમન થઈ રહ્યું છે વહેલી સવારે અને મોડી રાત્રીએ ઠંડીનો ચમકારો ગ્રામજનો અનુભવી રહ્યા છે તેમાં પણ જંગલ વિસ્તારમાં આવેલા તાલુકાઓમાં તો શિયાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો હોય તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આ વર્ષે ચોમાસાના અંતિમ ચરણમાં ભારે વરસાદને કારણે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે ચોમાસા બાદ ઉનાળા જેવી ગરમીનો પ્રારંભ થતાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ઠેરઠેર માંદગીના ખાટલા નજરે પડ્યા હતા ત્યારે હવે આગામી દિવસોમાં ગરમી વિદાય લેતી જણાય છે જેને પગલે ધીમે પગલે ફુલગુલાબી ઋતુ શિયાળાનું આગમન થઈ રહ્યું હોય તેમ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ ગ્રામજનો કરી રહ્યાં છે શિશિર ઋતુનુ આગમન વાતાવરણને ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવશે તેમ લાગતા ગરમ વસ્ત્રો પણ ધીમે ધીમે કબાટમાંથી બહાર નીકળવા માંડ્યા છે જોકે હજુ પણ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને શિશિર ઋતુના આગમન સાથે ધરતીપુત્રોએ શિયાળું પાક માટે તૈયારી કરી દીધી હોવાનું જાણવા મળે છે વહેલી સવારે ઠંડીનો અને આખો દિવસ ગરમીનો માહોલ જોવા મળે છે બોડેલીના વેપારી અગ્રણી રાજુભાઈ ઉમાવાળાના જણાવ્યા મુજબ નવેમ્બર માસની શરૂઆત સાથે જ ઠંડીની મૌસમ પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યું છે મોડી રાત્રે તેમજ વહેલી સવારે નગરજનોને ઠંડીનો અહેસાસ થતાં ગરમ ધાબળા,શાલ, ચોરસા, સ્વેટર સહિતના ગરમ વસ્ત્રો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે ત્યારે શહેર જિલ્લામાં શિશિર ઋતુના કેટવોક સાથે વહેલી પરોઢે ફુલ ગુલાબી ઠંડીના માહોલમાં હવે મોર્નિંગ વોકનો પ્રારંભ થશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here