છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ રુનવાડ ગામ પાસે એસટી બસમાં આગ લાગી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર ફેરકુવા રૂટની બસ નંબર જીજે 18 ઝેડ 4546 માં આગ લાગી હતી

પ્રાથમિક તપાસમાં આગ ટાયર ફાટવાના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ રૂનવાડ ગામ પાસે એસટી બસમાં અચાનક આગ લાગતા લોકટોળા એકત્રિત થયા હતા. જોકે સદર બસમાં એક પણ મુસાફર સવાર નહીં હોવાના કારણે જાનહાની ટળી હતી.
છોટાઉદેપુર બસ ડેપો ની છોટાઉદેપુર ફેરકુવા રૂટ ઉપર ચાલતી એસટી બસ ફેરકુવા ખાતે ખોટકાઈ હતી.
જેની જાણ બસ ડેપોને કરાતા તેને ક્રેન દ્વારા ટોચન કરીને છોટાઉદેપુર તરફ લઈને આવી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક ખોટકાયેલ બસનો ટાયર ફાટી જવાના કારણે બસ રોડ થી નીચેની તરફ ધસેડાઈ હતી. અને અચાનક આગની જ્વાળાઓ ઉત્પન્ન થવા પામી હતી. જેને લઇ પ્રાથમિક તબક્કે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ અંગેની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરાતા સમય સૂચકતા સાથે ટીમ પહોંચી જઈ આગ ઉપર અંકુશ મેળવી શકાયો હતો. ફાયર વિભાગ પહોંચે તે પહેલા સ્થાનિકો ના સહકારથી એસટી બસ ના સ્ટાફ દ્વારા બસ ઉપર પાણી છંટકાવ કરાતા મોટી હોનારત બનતા અટકી શકી હતી. એસટી બસ ખોટકાયેલ હાલતમાં હોય એક પણ મુસાફર સવાર ના હોય તેથી હોનારત નું ગંભીર સ્વરૂપ બનતુ અટક્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here