એલેમ્બિક સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા અને બાળવિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની એક દિવસીય કાર્ય ક્ષમતા તાલીમનું આયોજન

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

દર માસ ના પહેલે મંગળવારે મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સુપોષણ સંવાદ ની સરુવત કરી છે આ સૂપોષણ સંવાદ શું છે કે જેમા સગર્ભા માતા, ધાત્રી માતા, અને એવા બાળકો ની માતા કે જે બાળકો ઓછુ વજન ધરાવે છે એને બીજું જેઓના બાળકો બહુ સાજા હોય અને સારૂ એવું વજન ધરાવતા હોય તેઓની માતા જેમનું એક જૂથ બનવવાનુ હોય છે જેની ચર્ચા વિવિધ ગ્રમો માં ઉંબરે ઉંબરે જઈને આંગણવાડી ખાતે નોતરી ને થાય છે,
એક સાગરભ કે નવી બનેલી સગર્ભા હશે તો તેઓ મારે આ બધા અનુભવો નવા હોય છે તો તેઓ માટે જે અનુભવી સગર્ભા માતા હશે તે માર્ગદર્શન કરશે તથા જેઓના બાળક ઓછું વજન ધારાવતા હોય કે કુપોષિત હોય તેવી માતાઓ કોઈ પણ નવી સગર્ભા માતાઓને માર્ગદર્શન કારશે જેને સૂપોષણ સંવાદ કહેવમા આવે છે.
આ કાર્યક્રમના આયોજન નું હેતુ એક છે કે સગર્ભા ને ધાત્રી માતાઓ ને તમામ બબતો નુ ધ્યાન રાખી ને મહિલાઓ ની મૂંઝવણો ને દુર કરવાનુ ને તેઓના સાવલોનો જવાબ આપવા માટે નો એક સહિયારો પ્રયાસ કર્યો છે અને સગર્ભા ગાળા દરમ્યાન આપણે સૌ એ પુરો ધ્યાન અને કાળજી કેવી રીતે રાખવી અને તેના આહાર અને પોષણ વિષે મહિતી આપવમા અવશે જેનુ લાભ દરેક માતા લે તેવી આશા છે.
વધુમાં એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશન અંતર્ગત પ્રોજેક્ટ એલેમ્બિક સુપોષણ દ્વારા હાલોલના ૧૫ ગામમાં ૧૭ આંગણવાડીમાં કુપોષણના દરમાં સુધારો થાય તે હેતુથી કાર્ય કરવામાં આવે છે. જે અંર્તગત આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની સાથે રહીને આંગણવાડી કાર્યકરો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારી આશા વર્કર્સ, આશા ફેસિલેટર, નર્સ બેહનો તેમજ સી.એચ.ઓની કાર્ય ક્ષમતા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ફેકલ્ટી ઓફ ફૂડ એન્ડ ન્યુટીશન વિભાગના આહાર અને પોષણના નિષ્ણાત દ્વારા બાળકની જિંદગીના મહત્વના સોનેરી પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, બાળકને ધાવણ આપવાની સાચી રીત, યોગ્ય સમયે પુરતો અને પૌષ્ટિક ઉપરી આહારની શરૂઆત અને તે દરમ્યાન રાખવમાં આવતી કાળજીથી કેવીરીતે કુપોષણનો દર ઘટાડી શકાય, તેમજ જ્યારે સમુદાયમાં પરામર્શ કરીએ ત્યારે અસરકારક રીતે કરવા ક્યા મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જે અંગે તાલીમ આપવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here