નસવાડી એમ જી વી સી એલમા ગામે ગામના ખેડૂતો ભેગા મળી કર્યો વિરોધ

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ખેડૂતો ને પુરતી વીજળી ન મળતા રોષ

નસવાડી એમ જી વી સી એલ ઓફિસે નસવાડી તાલુકાના પલાસણી તથા ખંભાયતા ગામ સહિત સૂત્રોચ્ચાર કરી વિરોધ દરશાવવામા આવ્યો હતો ગામડા ના ખેડૂતોને રાતના બદલે દિવસની લાઈટ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે પણ એમાં પણ વીજળી આ ગામોમાં ફક્ત એક કે બે કલાક જ વીજ પુરવઠો આપવામાં આવે છે એના કારણે ખેડૂતોએ એમ જી વી સી એલ ખાતે પલાસણી અને ખંભાયતા ગામના ખેડૂતો એમ જી વી સી એલ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી અને રજૂઆતો દરમિયાન કર્મચારીઓ અને ખેડુતો વચ્ચે તુ તુ મે મે થઈ હતી અને સરકાર મોટી મોટી વાતો કરેછે કે વીજળી નો પુરવઠો ખેડૂતો ને આપવામાં આવશે પરંતુ એમ જી વી એલ મા ખેડૂતોને જોતા લાગી રહ્યું છે કે સરકાર કેટલા અંશે વાયદા પુરા કરી રહી છે ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ પીરવઠો ન મળવાના કારણે ખેતીમાં મોટુ નુકસાન થશે તો જવાબદાર કોને ગણવા આમ ખેડૂતો જણાવી રહ્યા છે આજે ખેડૂતો નો ઉભો પાક બગડે છે વીજળી ન મળવાના કારણે સરકારે આઠ કલાક વીજળી આપવાના જે વાયદા ખેડૂતોને કરેલા છે તેનું શું?વીજળી ના મળવાના કારણે ખેતરમાં પુરતુ પાણી પીવડાવી શકતા નથી એના કારણે ઉભો પાક બગડવાની સંભાવના સો ટકા ની છે તો આગળ જો આ પરિસ્તીથી રહી તો ખેડૂતો નું શું? કરણ કે આપડો તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે અને મોટા ભાગના વ્યક્તિઓ ખેતી પર પોતાનુ જીવન નિર્ભર રાખતા હોય છે એકતો ભૂંડો ના ત્રાસ થી છુટકારો મળ્યો નથી હવે આ વીજળી નો પ્રશ્ન આવી ને ઉભો રહ્યો છે તો ખેડૂતોના હિતમા સરકાર વિચારે અને વીજળીનો જે પ્રશ્ન છે તેને હલ કરી પૂરતા પ્રમાણમાં વીજળી મળે અને ખેતીને નુકશાન ન થાય જેથી ખેડૂત પોતાનું ગુજરાન જે ખેતી પર નિર્ભર છે તેને નુકશાન ન થાય અને એમ જી વી સી એલ ને ખેડૂતો વતી વહેલી વીજળી મળે અને નુકશાન ન થાય તેવી ખેડૂત મિત્રો ની માંગ ઉભી થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here