છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સ્ટેટ મોનોટરીંગ સેલનો દરોડો… ઘરમાં દારૂ ઉતારીને વેચતા બુટલેગરને ઝડપ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના છોટાનગર ગામે એક મકાનમાં વિદેશી દારૂનો અડ્ડો ચાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ નંગ 573 કિંમત રૂ.89000 સાથે એક વેગનાર ગાડી, એકટીવા સહિત કુલ રૂ.366050 નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઈસમોને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છોટાનગર વિસ્તારમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો રાખીને છુટક વેચાણ કરવાનો ધંધો કરતા શૈલેષ ગોવિંદ પટેલ વેચાણ કરતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સ્ટાફે રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયરના ટીન બોટલો નંગ 573 કિંમત.રૂ.89000 તથા પકડાયેલ ઈસમની અંગ ઝડતીના રોકડા રૂ.13950 તથા ત્રણ નંગ મોબાઈલ કિંમત રૂ.13000 તથા દારૂનો જથ્થો ભરેલી મારુતિ સુઝુકી વેગનાર ગાડી નં.GJ 1 H,P 2455 જેની કિંમત રૂ.200000,એકટીવા સ્કુટર કિંમત રૂ.50000 તથા એક પ્લાસ્ટિક ખુરશી કિંમત રૂ.100 મળી કુલ રૂ.366050 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ રેડ દરમિયાન દારૂનો ધંધો કરનાર શૈલેષ ગોવિંદ પટેલ ઉ.વષૅ.42 રહે.છોટા નગર, રાહુલ શંકર વણઝારા ઉ.વષૅ.30 રહે. શિવાજી નગર, સલીમ રફીક  શેખ ઉ.વષૅ.37 રહે.તાજ ટોકીઝ પાછળ બોડેલી, તથા રણાસિંગ રાઠવા રહે.સુરખેડા(એમપી) ઓએ પોતાના ફાયદા માટે ભેગા મળી એકબીજાને મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરું રચી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટનો ઉપરોક્ત ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો બિનઅધિકૃત રીતે લાવી મંગાવી હેરાફેરી કરી રાખી વેચાણ કરી ગુનો કરેલ હોય જેમાં ત્રણ ઈસમોને પોલીસે ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર રણાસિંગ રાઠવાને વોન્ટેડ જાહેર કરાયો છે બનાવ સંદર્ભે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here