આઝાદી કા અમૃત મહોત્સવ ગોધરા ખાતે મહિલાઓને તેમના કાનૂની અધિકારો વિશે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરાયું…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી તથ રાષ્ટ્રીય મહિલા આયોગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લામાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે શ્રેણીમાં રાષ્ટ્રીય મહિલા આયોગનાં સહયોગથી પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા ૦૧/૧૧/૨૦૨૧નાં રોજ ડો.આંબેડકર ભવન ગોધરા ખાતે મહિલાઓનાં કાનૂની અધિકારો વિશે તથા અન્ય યોજનાકીય માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિભિન્ન વર્ગની મહિલાઓને સ્પર્શતા કાનુની અધિકારો અંગે વિભિન્ન વર્ગની મહિલાઓમાં પોતાના કાનૂની હક્કો માટેની જાગૃતિમાં વધારો થાય તથા મહિલાલક્ષી કાયદાઓની જાણકારી મળી રહે તેવા હેતુથી પંચમહાલ જિલ્લા કાનુની સેવાસત્તા મંડળના સચિવશ્રીનાં અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સચિવશ્રીએ સમાજનાં છેવાડાની મહિલા પણ પોતાનાં કાનૂની અધિકારોથી વંચિત ન રહે તે દિશામાં તાલુકા તથા પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા સરકારી તંત્ર દ્વારા કાર્યક્રમો યોજીને જાગૃતિ ઉભી કરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમાં ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇન વિશે, વન સ્ટોપ સેન્ટર વિશે, પોલીસ સ્ટેશન બેઇડ્ઝ સપોર્ટ સેન્ટર વિશે, કામકાજના સ્થળે જાતીય સતામણી અધિ.૨૦૧૩ વિશે, બાળકને દત્તક લેવા વિશે તથા નારી સુરક્ષાને લગતા વિભિન્ન વિષયો ઉપર વિસ્તૃત જાણકારી વરિષ્ઠ મહિલા ધારાશાસ્ત્રી વૈદેહીબહેન દાણી તથા સકિલાબહેન દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સચિવશ્રી.પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી, મહિલાલક્ષી સુરક્ષાને લગતા વિવિધ કર્મચારીઓ તથા સ્વૈછીક સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here