ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપીને પકડી પાડતી સિદ્ધપુર પોલીસ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર પોલીસ સ્ટેશને ગત તા.૦૧/૦૧/૨૦૨૨ના રોજ શહેરના બસસ્ટેશન વિસ્તારમાં ધોળેદાહડે એક યુવાનને બેભાન કરી લૂંટી લેવાયો હવાની ફરિયાદ નોધાઇ હતી આ ઘટનાની ગંભીરતાને ઘ્યાને લઈ સિદ્ધપુરના પી.આઇ.ચિરાગભાઈએ સ્થાનીક પોલિસની ટીમ બનાવી તે ગુનાના એક આરોપીને ગણતરીના કલાકોમા પાલનપુર ખાતેથી સલાટ ભરત રમેશભાઈ રહે,પાલનપુર, માનસરોવર ફાટકવાળાએ કરેલ હોવાની બાતમી મળતાં તેને પકડી પાડી તેની સઘન પૂછપરછ કરતાં ચોરીના ગુનાના કામે ચોરેલ મુદ્દામાલની સોનાની કડીઓ તથા આ અગાઉ કરેલ બીજા બે ગુનામા ચોરેલ સોનાની કડીઓ પાલનપુર મોટી બજાર ખાતે સોનીની દુકાનને વેચેલ હોવાનું જણાવતા સદર સોનીએ ચોરીનો મુદ્દામાલ લીધેલ હોવાનું કબુલ કરી મુદ્દામાલ રજુ કરેલ હતો રિકવર કરેલ મુદ્દામાલમા અડધા તોલાની સોનાની મરચીઓ કિંમત રૂપિયા ૧૫૦૦૦, સો ગ્રામ ચાંદીની લકી કિંમત રૂપિયા ૭૦૦૦,એક vivo કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા ૧૩૫૦૦, કુલ કિંમત ૩૬૬૦૦ તેમજ બીજી ચોરીનો અડધા તોલાની મરચીઓ કિંમત ૧૫૦૦૦તેમજ દોઢ તોલાની સોનાની મરચીઓ કિંમત રૂપિયા ૪૫ હજાર કબજે કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી પકડાયેલા આરોપી સલાટ ભરતભાઈ રમેશભાઈ ઉમર વર્ષ ૨૨ રહે, પાલનપુર માનસરોવર પાસે, તેના સાગરીત વિશે તેમજ મુદ્દામાલ લેનાર સોનીવિજયકુમાર ધરમચંદ ઉંમર ૬૧ વર્ષ રહે ૧૧ તુલસી પાર્ક સોસાયટી ગોબરી રોડ પાલનપુર વાળાનું નામ જણાવતા તેને પકડી ઇ.પી.કો. કલમ ૩૨૮,૩૭૯,૧૧૪ મુજબ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા જ્યારે આજ ગુનાનો નાસતો ફરતો બીજો આરોપી ફરાર થઈ જતાં તેને પકડી પાડવા પોલીસ તંત્રએ ચક્રો ગતિમાન કર્યા હતા જેના સંદર્ભે એ એસ.આઇ દીવાનજી સુરસંગજીને તેમના સૂત્રો દ્વારા બાતમી મળી હતી કે સિદ્ધપુર હાઇવે ઉપરથી ગત રોજ દાખલ થયેલ ચોરીના ગુના નો આરોપી પસાર થવાનો છે તેની ગંભીરતાને ધ્યાને લઇ સિધ્ધપુર પી.આઇ. ચિરાગભાઈ ગોસાઇ દ્વારા સદર ચોરને શોધી કાઢવા સારું ટીમ બનાવી સદર ગુનાના કામે ચોરી કરી નાસતો ફરતો આરોપી સલાટ દેવજી ઉર્ફે દેવીયું મોહનલાલ રહે પાલનપુર માનસરોવર ફાટક પાસે જીલ્લો બનાસકાંઠા વાળો ચોરી કર્યા પછી નાસતો ફરતો હોય જે પલ્સર મોટરસાયકલ લઈ કાકોશી ચાર રસ્તા ખાતે નીકળનાર હોવાની હકીકત સાથેના એએસઆઇ અને મળતા પોલીસના માણસો સાથે સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે વોચમાં રહી સલાડ દેવજી ઉર્ફે દેવો મોહનલાલ રહે પાલનપુર વાળો પલ્સર મોટરસાયકલ નંબર GJ 02 DK 4938 નું લઈ આવતા તેને પકડી પાડી આરોપી સલાડ દેવજી મોહનલાલ રહે,પાલનપુર, માનસરોવર ફાટક પાસે ઇ.પી.કો.કલમ ૩૨૮ ,૩૭૯, ૧૧૪ મુજબની કાર્યવાહી કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here