ચલામલીમાં ૧૦ બેડનું કોવીડ કેર સેન્ટર પ્રાથમિક શાળામાં શરુ કરવામાં આવ્યું

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

ગુજરાતમાં કોરોના મહામારીએ શહેરો બાદ ગામડાઓમાં અંતરિયાળ વિસ્તાર સુધી સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગે શહેરો બાદ ગામડાઓમાં પણ કોવીડ કેર સેન્ટર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં ગ્રામ્ય કક્ષાએ સરકારી પ્રાથમિક,માધ્યમિક,મકાન,સમાજવાડી,કોમ્યુનિટી હોલ કે હોસ્ટેલોના મકાનોને વ્યવસ્થાના ભાગરૂપે ગ્રામ પંચાયત અને ગામમાં વસતા આગેવાનો સાથે લોકભાગીદારીથી કોવીડ કેર સેન્ટર શરુ કરવા પરિપત્ર કરેલ છે.આ કોવીડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરે રૂમમાં આઇસોલેશનની સગવડ ન હોય તેવા દર્દીઓ ઘરમાં રહેતા અન્ય વ્યક્તિઓને સંક્રમિત ન કરે તે માટે પ્રત્યેક ગામમાં કોવીડ કેર સેન્ટર ઉભું કરવાનું આરોગ્ય વિભાગે પરિપત્ર કરેલ છે.આ કોવીડ કેર સેન્ટરમાં ૧૦ થી ૧૫ પથારીની વ્યવસ્થા સાથે નોડલ અધિકારી,દર્દીઓને ચકાસણી કરવા માટે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ,દરરોજ આયુર્વેદિક ઉકાળો,દર્દીઓને ભોજન,પાણી,નાસ્તા સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સરકારે જે તે જિલ્લા અને તાલુકામાં નોડલ અધિકારી તરીકે નિમણુંક કરી તેમના તાબામાં આવતા કર્મચારીઓને કોવીડ કેર સેન્ટરમાં મુકવા જણાવ્યું છે.જેના ભાગરૂપે બોડેલી તાલુકાના ચલામલી ગામે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ,છોટાઉદેપુર જિલ્લા,બોડેલી તાલુકા વહીવટીતંત્ર અને ચલામલી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કોવીડ કેર સેન્ટર ચલામલી પ્રાથમિક શાળામાં ૧૦ પથારીનું શરુ કરવામાં આવ્યું હતું.જેમાં ચલામલી ગામના સરપંચ વિનોદભાઈ તડવી,તલાટી કેયુર ચૌધરી સહીત આશાવર્કરો,આંગણવાડી કાર્યકર્તા,હેલ્થ કોરોના વોરિયર્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તાલુકામાં પ્રથમ કોવીડ કેર સેન્ટર શરુ કરવા બદલ બોડેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા તેમજ નોડલ અધિકારીએ પંચાયતના સરપંચ,તલાટી અને આગેવાનોને કોરોના મહામારીમાં ઝડપી કોવીડ કેર સેન્ટર ઉભું કરવા સહયોગ આપવા બદલ આભાર પ્રગટ કરી ભવિષ્યમાં પણ સાથ,સહકાર મળી રહે તેવી આશા રાખી હતી.આમ ચલામલીમાં ૧૦ બેડનું કોવીડ કેર સેન્ટર પ્રાથમિક શાળામાં શરુ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here