મોડાસામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઇ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસાના બાલકનાથજી મંદિરથી રથયાત્રાનું સવારે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુ સિંહ પરમાર અને અરવલ્લી જિલ્લા કલેકટર પ્રસસ્તી પરીક તેમજ અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાત ના વરદ હસ્તે રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

મોડાસામાં 41મી રથયાત્રા પર્વ નિમિત્તે રથયાત્રા કમિટીના સભ્ય દ્વારા રથયાત્રામાં વિવિધ ટેબલો ડી.જે. તેમજ અખાડા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વયમ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બેસી નગર ચર્ચાએ નીકળ્યા હતા.

જેનો મોડાસાના તેમજ આજુબાજુના ગ્રામજનોને દર્શનનો લાભ આપ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

રથયાત્રા નિજ મંદિરેથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી.

કાયદો અને વ્યવસ્થા જાળવવા અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સુચનાથી ડીવાયએસપી કે. જે ચૌધરી એ પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસા ચાર રસ્તા ખાતે રથયાત્રા કમિટીના સભ્યોનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here