તિલકવાડા તાલુકાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બપોરના ૪ પછી દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલમાં વધી રહેલા કોરોના ના કેસો ને ધ્યાનમાં રાખીને તિલકવાડા વહીવટીતંત્ર અને વેપારીઓ વચ્ચે તિલકવાડા તાલુકાના દેવલ્યા ચોકડી ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તિલકવાડા તાલુકા ની તમામ દુકાનો તારીખ 3 થી તારીખ 10 મેં 2021 સુધી સવારના 8 થી બપોરના 4:00 સુધી ખુલ્લી રાખી ત્યાર બાદ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લા તેમજ તિલકવાડા તાલુકામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના ના કેસો ચિંતાનો વિષય બન્યા છે શહેરી વિસ્તારમાં સીમિત રહેલો કોરોના હવે ગ્રામ્ય વિસ્તારોમાં રોકેટ ગતિએ પ્રસરી રહ્યું છે વકરી રહેલા કોરોના ની આંતરિક સંક્રમણની ચેન તોડવી ખૂબ જ અગત્યની છે આ પરિસ્થિતિમાં તિલકવાડા તેમજ દેવલીયા ચોકડી સહિતના બજારો સવારના 8 થી બપોરના 4 સુધી ખુલ્લા રાખવામાં આવશે ત્યાર બાદ સ્વૈચ્છિક બંધ કરી દેવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યું છે.

આજ રોજ તિલકવાડા તાલુકાના દેવલ્યા ચોકડી ખાતે DYSP વાણી બેન દુધાત તેમજ પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના પટેલ ની અધ્યક્ષતા માં તેમજ તિલકવાડા મામલતદાર R.J ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી R.R બરજોડે ના માર્ગદર્શન હેઠળ અને તિલકવાડા P.S.I એમ બી વસાવવાની નિગરાનીમાં વહીવટી તંત્ર અને તાલુકાના વેપારીઓ વચ્ચે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ માં વધી રહેલા કોરોના વિસે ચર્ચા વિચારણા કરવામાં આવી અને વધી રહેલા કોરોના ના કેસો ની ચેન તોડવા માટે તારીખ 3 થિ 10 મેં 2021 સુધી તાલુકાના દરેક વહેપારીઓ સવાર ના 8 વાગે દુકાનો ખોલી ને બપોર ના 4 વાગે દુકાનો સ્વૈચ્છિક બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય ને સમર્થન આપવા માટે DYSP વાની મેડમ તેમજ પ્રોગ્રામ અધિકારી ક્રિષ્ના પટેલે લોકો ને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here