છોટાઉદેપુર જિલ્લામાં લોકડાઉનની અફવાથી ગુટકાના વેચાણમાં કાળા બઝાર…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ગુટકાનું વેચાણ કરતા હોલસેલરોએ લોકડાઉન થવાની અફવાએ પેકેટના વેચાણમાં કાળાબઝાર શરુ કરતા નાના વેપારીઓ એક ગુટકાના કોથળામાં નીકળતા ૨૦૮ પેકેટ પાછળ ૧૫ થી ૨૫ રૂપિયા વધારે લઈને કોથળાના ભાવમાં ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે.નાના વેપારીઓ ભાવ વધવાના પગલે બ્લેકમાં ગુટકાના પેકેટો ખરીદવા મજબુર બન્યા છે.નાના ગામમાં ગુટકા ખાનારાઓ પણ અત્યારથી સંગ્રહ કરવા લાગ્યા છે.અંતરિયાળ ગામડાઓમાં એક પડીકીના ડબલ રૂપિયા કરી દેવાની વાતો વહેતી થઇ છે આમ લોકડાઉનની અફવાઓ મોટા અને હોલસેલર વેપારીઓ ઘ્વારા જ ફેલાવવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે જેથી ગુટકાના વેચાણમાં કાળાબજાર કરી ઉઘાડી લૂંટ નાના વેપારીઓ પાસે લઇ શકાય તેમ નાના વેપારીઓ જણાવી રહ્યા છે.પરંતુ નાના દુકાનદારો પોતાનો ધંધો ચલાવવા કાળાબઝારમાં પણ ગુટકાના પેકેટો ખરીદી રહ્યા છે.લોકડાઉનની અફવાઓનો ખોટો ફાયદો મોટા હોલસેલરો,વેપારીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે ભાવ નિયંત્રણ અધિકારીઓ જિલ્લામાં પોતાની આળસ ખંખેરી કાળાબઝાર કરતા મોટા વેપારીઓ સામે પગલાં લે તે જરૂરી બન્યું છે.છોટાઉદેપુર જિલ્લામાં એમઆરપી કરતા વધુ અનેક ચીઝ વસ્તુઓનું વેચાણ શરુ થતા કાળાબાઝરીઓને મોકળું મેદાન મળી ગયું છે તેમની સામે જિલ્લાના અધિકારીઓ આકસ્મિક ચેકીંગ હાથ ધરે તે ખુબ જરૂરી બન્યું છે.આમ બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં લોકડાઉનની અફવાથી ગુટકાના વેચાણમાં કાળાબઝાર શરુ થતા નાના વેપારીઓ વધુ નાણાં ચૂકવવા મજબુર બન્યા છે.હવે જોવું એ રહ્યું કે કાળાબાઝારીયાઓ પર અધિકારીઓ નિયંત્રણ કરે છે કે કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here