ગોધરા તાલુકાના નદીસર ખાતે વિશ્વ રત્ન મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

વેજલપુર, (પંચમહાલ) લુકમાન ખૂંધા :-

વાત કરીએ તો દેશના બંધારણના ઘડવૈયા’ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૪ એપ્રિલના રોજ ૧૩૩ મી જન્મ જયંતી નિમિત્તે ગોધરા તાલુકાના નદીસર ખાતે તેઓની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવ્યા.જેમાં ગામના અગ્રણી અને પત્રકાર હિમાંશુ પંડ્યા એ બાબાસાહેબ ની પ્રતિમા ને ફૂલહાર અર્પિત કર્યા ત્યારબાદ ગામના અગ્રણી વડીલ એવા એસ કે રાઠોડ, તથા દેવાભાઈ વણકર, એલ કે વણકર, ધર્મેન્દ્ર વણકર,, રતિલાલ વણકર, નિલેશ, નરેશ વણકર તથા બાળાઓ દ્વારા પ્રતિમા ને ફુલહારથી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં તરસંગ ઉજડા વાડી ના ભીમ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગ્નેશ સમ્રાટ પ્રવીણ ચૌહાણ શુભમ શ્રીમાળી વસંત ચૌહાણ જશવંતભાઈ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે બાબાસાહેબને અનુલક્ષીને આભાર પ્રવચન પંચમહાલ યુવા ભીમસેના પ્રમુખ રક્ષિત કર્યું હતું ત્યારબાદ યુવા ભીમસેના નદીસર દ્વારા નદીસર ગ્રામ પંચાયત ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નામિ અનામી ભીમ સૈનિકોનો સમગ્ર ગામ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here