કાલોલના વેજલપુર ગામે રામનવમીની ધામ ધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી શોભાયાત્રામાં ગ્રામજનો જોડાયા

વેજલપુર, (પંચમહાલ) લુકમાન ખૂંધા :-

આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવશે. રામલલાનો સૂર્ય અભિષેક થશે.આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ત્યારે આજે વેજલપુર ગામે પણ ભગવાન રામના જન્મદિવસના શુભ અવસર પર શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા રામજી મંદિર કાછીયાવાડ થી નીકળીને એસ.બી.આઇ બેન્ક થી થઇ ગ્રામ પંચાયત થઈ મૂખ્ય બજાર આવિ હતી ત્યારે પંચમહાલ જિલ્લાના લોક સભા ના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને ત્યાં આવેલ જુલેલાલ મંદિરમાં દર્શન કર્યા હતા ત્યાર બાદ રામ ભક્તોનો ભગવાન રામના જ્ન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યાર પછી શોભાયાત્રા આગળ નીકળી હતી આ શોભાયાત્રા સોનીવાડ થઈ ચોરા વિસ્તારમાં ફરીને પાછી રામજીમંદિર ખાતે પોહચી હતી ત્યારે આ શોભાયાત્રા માં વેજલપુર ગ્રામજનોએ પોતાના રોજગાર ધંધો બન્ધ કરીને શોભાયાત્રા માં મોટી સંખ્યમાં જોડાયા હતા ત્યારે વેજલપુર ભગવાન રામની શોભાયાત્રામાં પંચમહાલ લોક સભાના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા અને ત્યાર બાદ રામજી મંદીર થી નિકરેલ શોભાયાત્રા ગામમાં ફરીને રામજી મંદિર ખાતે આવી પોહચી અને ત્યાંર બાદ શોભાયાત્રા પુરી થઈ હતી સમગ્ર ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here