ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામના જંગલમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની ૩૨૪ પેટીઓ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો…

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

દારૂની પેટીઓ નંગ -૩૨૪ જેમાં બોટલો નંગ -૩૮૮૮ કુલ કિ.રૂ. ૮,૯૫,૯૨૦ / -નો પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , હાલોલ તાલુકાના પાવાગઢ પો.સ્ટે . વિસ્તારના ટપલાવાવ ગામે રહેતો દિનેશભાઇ ગોવિંદભાઈ રાઠવા તથા ઘોઘંબા તાલુકાના રણજીતનગર બાઢવા ફળીયામા રહેતો રાજુભાઈ વિપીનભાઇ રાઠવા નાઓએ ભેગા મળી ટપલાવાવ ગામના જંગલમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છે અને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ટપલાવાવ ગામના જંગલમા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે . કબજે કરેલ મુદ્દામાલ | ( ૧ ) નયના પ્રીમીયમ વ્હીસ્કીની પેટીઓ નંગ -૯૧ જેમાં હોલ નંગ -૧૦૯૨ કિ.રૂ .૨,૪૦,૨૪૦ / ( ર ) હાય સ્પીડ વ્હીસ્કીની પેટીઓ નંગ -૪૨ જેમાં હોલ નંગ -૫૦૪ કિ.રૂ .૧,૧૦,૮૮૦ / – ( ૩ ) પાવર સ્ટાર ફાઇન વ્હીસ્કીની પેટીઓ નંગ -૪૪ જેમાં હોલ નંગ -૫૨૮ કિ.રૂ .૧,૨૧,૪૪૦ / – ( ૪ ) રાજધાની વ્હીસ્કીનીપેટીઓ નંગ -૧૪૭ હોલ નંગ -૧૭૬૪ કિ.રૂ .૪,૨૩,૩૬૦ / કુલ બોટલો નંગ -૩૮૮૮ કુલ કિ.રૂ .૮,૯૫,૯૨૦ / કડાયેલ આરોપીનું નામ ( ૧ ) અલ્કેશકુમાર રમેશભાઇ રાઠવા રહે.રણજીતનગર બાઢવા ફળીયુ તા.ઘોઘંબા વોન્ટેડ આરોપીઓને નામ ( ૧ ) દિનેશભાઇ ગોવિંદભાઇ રાઠવા રહે.ટપલાવાવ તા.હાલોલ ( ૨ ) રાજુભાઇ વિપીનભાઇ રાઠવા રહે , રણજીતનગર બાઢવા ફળીયુ તા.ઘોઘંબા ( ૩ ) જગદીશભાઇ ઉર્ફે જગલો કલ્યાણસિંહ બારીઆ રહે . ટપલાવાવ તા.હાલોલ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પાવાગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here